સુરતની દિવ્યાંગ શિક્ષણ સંકુલમાં જુન-૨૦૨૧ સત્રમાં વિનામુલ્ય પ્રવેશ કરાયો શરૂ

ઘોરણ ૧ થી ૧૨, આઈ.ટી.આઈ. અને બી.સી.એ. માં વિનામુલ્ય પ્રવેશ કરાયો શરૂ

487
Admission Started Free of Cost at Divyang Shikshan Sankul in Surat-suratheadlines

સુરત
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાનાં પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ ટેલરની એક અખબારી યાદીના જણાવ્યા મુજબ જુન-૨૦૨૧ નાં સત્રથી શારીરિક દિવ્યાંગો જેની દિવ્યાંગતા ૪૦% થી વધુ હોય તેવા બાળકોને વિનામુલ્ય ધોરણ ૧ થી ૧૨, આઈ.ટી.આઈ. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસીટી સંલગ્ન પ્રભુ બી.સી.એ. કોલેજમાં જે-તે વિભાગના નિયમ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

સંસ્થામાં એડમીશન લેનાર તમામ વિદ્યાર્થીઓને નોટબુક, ટેક્ષબુક, લંચબોક્ષ, વોટરબેગ, કંપાસ બોક્ષ, સ્કુલબેગ, બે જોડી યુનિફોર્મ, ઘરેથી લાવવા લઈ જવા માટે સ્કુલ બસની વ્યવસ્થા, એક સમય જમવાનું, ઘોડી, કેલિપર્સ, વોકર, વ્હીલચેર, ટ્રાયસિકલ, દાકતરી સારવાર જરૂરીયાતમંદને પ્રભુ જનરલ હોસ્પિટલમાં પોલિયોનાં ઓપરેશન કરી ચાલતા કરવામાં આવે છે. તેમજ વિનામુલ્ય અભ્યાસ સાથે (સરકારની ગાઈડલાઈન મુજબ) વિનામુલ્ય રહેવા જમવાની સુવિધા સાથેની હોસ્ટેલની પણ સુવિઘા આપવામાં આવશે. તેમજ કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

જુન-૨૦૨૧ સત્રથી એડમીશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સવારે ૧૦ થી બપોરે ૩ સુધી આચાર્ય, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા, ‘દિવ્યાંગ ભવન”, શ્રી સાંઈ સમર્થ રેસિડન્સીની બાજુમાં, શારદાયતન સ્કુલ પાછળ, લેકવ્યુ ગાર્ડન સામે, ઉમરા, સુરત-૭ (દિવ્યાબેન કોસંબીયા-પ્રિન્સિપાલ: 9099045633 /ચિરાગ ટોપીવાળા: 9426395033) ખાતે રૂબરૂમાં સંપર્ક કરવો.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: