આ કારણોસર સુરતમાં AAP દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન

125
Application of Aam Aadmi Party to District Collector in Surat-suratheadlines

સુરત
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા ગત રોજ ખેડૂતો માટે એક વિવાદાસ્પદ નિવેદન અપાયું હતું. જેને લઈ ખેડૂતો અને રાજકીય પક્ષોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે મીનાક્ષી લેખીના વિવાદિત નિવેદનનો સુરતમાં AAP દ્વારા વિરોધ કરાયો છે. આ અંગે AAP દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

Application of AAP to District Collector in Surat-suratheadlines

કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતો માટે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ગુરૂવારના રોજ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. મીડિયા દ્વારા કરાયેલા એક સવાલના જવાબમાં તેમને કહ્યું હતું કે, તેઓ ખેડૂત નથી મવાલી છે. તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ છે. 26 મી જાન્યુઆરીના રોજ જે થયું તે શરમજનક હતું. આ ગુનાહિત પ્રવૃત્તિઓ હતી. મીનાક્ષી લેખીના આ નિવેદનથી ખેડૂતો અને રાજકીય પક્ષોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમના આ નિવેદનના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

Aam Aadmi Party to Surat City President-suratheadlines

સુરત શહેર AAP પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ગત રોજ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા જગતના તાતનું મવાલી કહી અપમાન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી જગતના તાત વિષે આવા શબ્દો બોલતા હોય ત્યારે જરૂરી પગલાં લેવામાં આવવા જોઈએ તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મીનાક્ષી લેખીના નિવેદન અંગે ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત એ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વિરોધ કરી રહેલા મવાલી નથી ખેડૂત છે. તેમના વિશે આવી વાત કરવી જોઈએ નહીં. કોંગ્રેસ દ્વારા પણ મીનાક્ષી લેખીના નિવેદનની ટીકા કરવામાં આવી છે અને લખીને આ નિવેદન પરત લેવા અથવા તો રાજીનામું આપવા માંગ કરવામાં આવી છે.

Application of Aam Aadmi Party to Collector in Surat-suratheadlines

સુરત મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, દેશના અન્નદાતાનું અપમાન થયું છે. આ અપમાન આમ આદમી પાર્ટી, દેશના કિસાનો, દેશના જવાનો ક્યારેય સહન કરી શકશે નહિ તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જો તેમની માંગ પુરી કરવામાં નહિ આવે તો આવનારા સમયમાં જુદા-જુદા કાર્યક્રમો કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: