સુરતમાં ચાર કરતા વધારે વ્યકિતઓનો ભેગા થવા પર પ્રતિબંધ

તારીખ ૧૪ મી જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી

82
Ban on Gathering of More Than Four Persons in Surat-suratheadlines

સુરત
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તહેવારોની ઉજવણી, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને સુવ્યવસ્થા બરકરાર રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.૧૪ જાન્યુ.થી તા.૨૮ જાન્યુ. સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય, તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રાને લાગું પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Share This: