સુરતમાં અમરોલીના એક વેપારી સાથે થયો વિશ્વાસઘાત

વધુ વ્યાજ અપાવવાના બહાને ઘરેણાં, રોકડાં લઈ પરત ન કર્યા

63
Betrayal Took Place With Trader of Amaroli in Surat-suratheadlines

અમરોલી પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

સુરત
સુરતમાં અમરોલીના એક વેપારી પાસેથી એક શખ્સે વધુ વ્યાજ અપાવવાના બહાને સોનાનાં ઘરેણાં, રોકડાં તથા ચેક લઈ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. ભોગ બનનાર વેપારીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના અમરોલીની સન્ડે રેસિડેન્સીમાં રહેતાં હરેશભાઈ નરસિંહભાઈ કુકડીયા પાસેથી એક શખ્સ ભાસ્કર પટેલે વધુ વ્યાજ અપાવવાના બહાને સોનાનાં ઘરેણાં, રોકડાં તથા ચેક લઈ લોકડાઉન બાદ પરત કરવાનો વિશ્વાસ લીધો હતો. પરંતુ ચાર-પાંચ મહિનાથી વધારે સમય સુધી લીધેલ ઘરેણાં તથા પૈસા પરત ન કરતાં હરેશભાઈએ અમરોલી પોલીસ મથકમાં શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે અમરોલી પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Share This: