સુરતમાં ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયો હિમોગ્લોબિન ચેક-અપ કેમ્પ

100 થી વધુ કન્યાઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરી શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ

88
Bharat Vikas Parishad Organized Hemoglobin Check-Up Camp in Surat-suratheadlines

સુરત
સુરતમાં ભારત વિકાસ પરિષદની અડાજણ શાખાની મહિલા પાંખ દ્વારા હિમોગ્લોબિન ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 139 જેટલી કન્યાઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરી તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરના બેગમપુરા વિસ્તારની પ્રગતિ વિદ્યાલય ખાતે યોજાયેલા કેમ્પમાં મહિલા સંયોજીકા વંદનાબેન સેઠ, સહ સંયોજીકા હર્ષાબેન સોલંકી, નેન્સીબેન પરમાર તથા કન્યાઓ ઉપસ્થિત રહી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત

Share This: