દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય : આ દિવસે લિંબાયતના બાળકો માટે યોજાશે કેમ્પ, જાણો…

કેમ્પમાં લિંબાયતના ૧૭૨ થી વધુ દિવ્યાંગ બાળકોને અર્પણ કરાશે સાધન સહાય

73
Camp For Free Equipment Assistance to The Disabled at Limbayat in Surat-suratheadlines

સુરત
સર્વ શિક્ષા અભિયાનની રાજ્ય કચેરી, ગાંધીનગર, સુરત મહાનગરપાલિકા અને ALIMCO UJJAIN કંપનીના સંયુક્ત ઉપક્રમે ધો.૧ થી ૧૨ ના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા લિંબાયત ઝોન વિસ્તારના દિવ્યાંગ બાળકો માટે તા.૦૧/૧૦/૨૦૨૧ ના રોજ વિનામૂલ્યે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શાળા ક્રમાંક-૩૩૫ શ્રીજી નગર, કમલાબા સોસાયટીની બાજુમાં આસપાસ, ગોડાદરા, લિંબાયત, સુરત ખાતે સવારે ૦૯:૩૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી આયોજિત આ કેમ્પમાં શારીરિક અક્ષમ (OH), સેરેબ્રલ પાલ્સી (CP), બહુવિધ દિવ્યાંગતા (MD), મુકબધિર (HI), માનસિક અક્ષમતા (ID) અને સંપૂર્ણ અંધ (TB,LV) એમ કુલ ૧૭૨ થી વધુ દિવ્યાંગ બાળકોને સ્થળ પર ALIMCO UJJAIN કંપનીના નિષ્ણાંત ડોકટરો દ્વારા યોગ્ય તપાસ કરી સાધન ફાળવવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: