ઓલપાડના નાના ભૂલકાંઓએ ગુરુપૂર્ણિમાનાં દિવસને કર્યો સાર્થક

બાળમાનસને ઓળખી તેની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ જ સાચો શિક્ષકધર્મ : જાગૃતિ પટેલ

207
Celebration of Gurupurnima at Olpad Taluka in Surat-suratheadlines

સુરત
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન હિન્દુ સંસ્કૃતિમાં વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. પ્રાચીનકાળથી એ વાત આજે પણ સાચી છે કે ગુરુ જ પોતાનાં શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

Celebration of Gurupurnima at Olpad Taluka of Surat-suratheadlines

પ્રવર્તમાન કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે બાળકો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે શેરી શિક્ષણ દ્વારા કે પછી વર્ચ્યુઅલ મોડથી પોતાનાં શિક્ષકો-ગુરુજનો પાસેથી શિક્ષણ મેળવી રહ્યા છે. ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઈ, નઘોઈ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, ભગવા અને મીરજાપોર જેવાં ગામોમાં કોરોના મહામારી વચ્ચે પણ બાળકો પોતાનાં ગુરુજનો પ્રત્યેનો અહોભાવ વિસર્યા નહોતાં. બાળકોએ પોતાનાં ઘરઆંગણે અભ્યાસિક માર્ગદર્શન અર્થે આવેલા પોતાનાં ગુરુજનોને ભાવપૂર્વક નમન કરી તેમનાં ચરણ સ્પર્શ કર્યા હતાં. આમ જ્ઞાન, કર્મ, સંસ્કાર જેવાં ભક્તિયોગથી શિષ્યોએ સાચા અર્થમાં ગુરુપૂર્ણિમાનાં પવિત્ર દિવસને સાર્થક કર્યો હતો.

કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તેમજ કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ અને રોશની પટેલે શિક્ષકો તેમજ બાળકોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: