સુરતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત

પોઝિટિવ કેસનો આંક ૧૭૬૧એ પહોંચ્યો

197

સુરત
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૭૬૧ થઈ ગઈ છે. ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની બીમારી સાથે કોરોના સામે લડી રહેલી વધુ એક કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ૭૩ થઈ ગયો છે. ગત રોજ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી સહિત વધુ ૩૧ કોરોના પોઝિટવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં રિકવરીનો આંક ૧૧૭૮ પર પહોંચી ગયો છે.

વરાછા, એ.કે. રોડ વિશાલ નગર ખાતે રહેતા નિર્મળાબેન પ્રવિણભાઈ ચોટલિયા(૫૫) ટાઈપ-૨ ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેમને કોરોનાના લક્ષણો દેખાતા ગઈ તા.૨૭મી મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે મોડી સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Share This: