શા માટે VNSGU ખાતે CYSS દ્વારા હાથમાં ચપ્પલ બતાવી કરાયો વિરોધ, જાણો…

177
CYSS Showing Slippers in Hand at VNSGU of Surat-suratheadlines

સુરત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં ધકેલી દેવાતાં ગ્રાન્ટેડ કોલેજો સાથે સંકળાયેલા અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા યુનિવર્સીટી ખાતે વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનના બીજા દિવસે વિદ્યાર્થી સંગઠન CYSS કોલેજોના ખાનગીકરણ મુદ્દે આગળ આવ્યું છે. CYSS દ્વારા યુનિવર્સિટી ખાતે રજુઆત કરી વિરોધ પ્રદર્શન કરાયો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરત અને ઓલપાડની ૯ જેટલી ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં ધકેલો દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણયને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ આત્મઘાતી ગણાવી આ નિર્ણયને પરત લેવા માંગ કરી છે. જ્યાં સુધી તેમના હકમાં નિર્ણય ન લેવાય ત્યાં સુધી અધ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

CYSS Showing Slippers in Hand at VNSGU in Surat-suratheadlines CYSS Showing Slippers in Hand in VNSGU of Surat-suratheadlines

અધ્યાપકો અને વિધાર્થીઓની ચીમકી મુજબ તેમના દ્વારા આજ રોજ બીજા દિવસે પણ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જો કે અધ્યાપકો અને વિધાર્થીઓ સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સંગઠન પણ જોડાયું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે CYSS દ્વારા યુનિવર્સિટી ખાતે રજુઆત કરવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ મુદ્દે CYSS ના કાર્યકરોએ હાથમાં ચપ્પલ બતાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે. ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ચાલુ રાખવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: