દિવ્યાંગોને સાધન સહાય : આ તારીખે, આ સ્થળ ઉપર, આ પુરાવા સાથે રહેજો હાજર, જાણો કેમ્પની સમગ્ર માહિતી…

દિવ્યાંગોને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ

49
Equipment Assistance to The Disabled Students of Surat-suratheadlines

સુરત
સુરત શહેર-જિલ્લામાં એલિમ્કો ઉજ્જૈન અને જિલ્લા પંચાયતના સમગ્ર શિક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પ તથા વિનામુલ્યે સાધન સહાય વિતરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ થી ૧૪ વર્ષના તમામ દિવ્યાંગ બાળકોનું પ્રથમ એસેસમેન્ટ અને ત્યારબાદ સાધનોનું વિતરણ કરવામાં આવશે.

સમગ્ર શિક્ષા વિભાગના જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટરની યાદીમાં જણાવ્યા મુજબ કામરેજ અને પલસાણા તાલુકાના દિવ્યાંગોએ તા.૨૪/૯/૨૧ના રોજ કામરેજની નવાગામ પ્રાથમિક શાળા ખાતે, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના દિવ્યાંગોએ તા.૨૫/૯/૨૦૨૧ના રોજ માંગરોળના ઝંખવાવ પ્રાથમિક શાળા ખાતે, બારડોલી અને મહુવાના દિવ્યાંગોએ તા.૨૭/૯/૨૦૨૧ના રોજ બારડોલી બી.આર.સી.ભવન, કુમાર શાળા ખાતે તથા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દિવ્યાંગોએ તા.૨૮/૯/૨૦૨૧ના રોજ ઓલપાડ બી.આર.સી.ભવન તાલુકા પંચાયત કચેરીની સામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવતા અને વાલીની માસિક આવક મર્યાદા રૂા.૧૫૦૦૦ની ધરાવતા બાળકોને એસેસમેન્ટના આધારે સાધન સહાય આપવામાં આવશે. કેમ્પમાં ભાગ લેવા માટે દિવ્યાંગોએ રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફસ સાથે ઉપસ્થિત રહેવાનું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: