આર્મીમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે યોજાશે ૩૦ દિવસીય નિઃશુલ્ક તાલીમ વર્ગ

સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરાયું આયોજન

250
Free Training Class Will Be Organized For Army Aspirant-suratheadlines

સુરત
આર્મીમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ગોધરા ખાતે તા.૫/૮/૨૦૨૧ થી તા.૨૨/૮/૨૦૨૧ દરમિયાન લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ યોજના હેઠળ વિનામૂલ્યે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ માટે પસંદ થયેલા ઉમેદવારોને ૩૦ દિવસ માટે રહેવા, જમવાની સુવિધા સાથે લેખિત અને શારીરિક કસોટી અંગે પ્રશિક્ષણ સાથે નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. તાલીમમાં જોડાવા માટે વય મર્યાદા સાડા સત્તર વર્ષથી ત્રેવીસ વર્ષની, ધો.૮, ૧૦, ૧૨ પાસ, વજન ૫૦ કિલો, ઉંચાઈ ૧૬૨ સે.મી.થી ૧૬૮ સે.મી. લાયકાત ધરાવતા અપરણિત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે.

તાલીમવર્ગમાં જોડાવા માટે અસલ પ્રમાણપત્રો જેવા કે, માર્કશીટ, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આર્મી ભરતી માટે ઓનલાઈન કરેલ અરજીની નકલ, બે ફોટોગ્રાફસ સાથે તા.૧૬/૭/૨૦૨૧ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સી બ્લોક, 5 મો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂમાં સંપર્ક સાધવાનો રહેશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યુઝ, સુરત.

Share This: