ભારતીય સેનામાં મહિલાઓ માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

158
Golden Career Opportunity For Women in Indian Army-suratheadlines

સુરત
ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છુક મહિલા ઉમેદવારો માટે સોલ્જર જનરલ ડ્યુટી (વુમન મીલેટ્રી પોલીસ)ની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ સરેરાશ ૪૫ % સાથે તેમજ દરેક વિષયમાં ૩૩ % ગુણ જરૂરી, જન્મ તા: ૦૧/૧૦/૨૦૦૦ થી તાઃ-૦૧/૦૪/૨૦૦૪ બન્ને તારીખ સહીત અથવા વચ્ચે હોવી જોઈએ. લધુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ રહેશે.

વધુ માહિતી માટે તેમજ ભાગ લેવા ઈચ્છુક મહિલા ઉમેદવારોએ તા.૨૦/૭/૨૦૨૧ સુધીમાં ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એન.સી.સી. પ્રમાણપત્ર ધરાવતી મહિલાઓ માટે બોનસ ગુણ મળવાપાત્ર છે.

માર્ગદર્શન હેતુસર રોજગાર સેતુ હેલ્પ લાઈન નંબર -૬૩૫૭૩ ૯૦૩૯૦ પર કોલ કરી વધુ માહિતી શકાશે. આ ઉપરાંત મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સી-૫, બહુમાળી, નાનપુરા, સુરત ખાતે ઓનલાઈન ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન.એલ.પટેલ દ્વારા જિલ્લાની યુવતીઓ આ લશ્કરી ભરતી રેલીમાં વધુમાં વધુ ઉમેદવારી નોધાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This: