જનતા કર્ફ્યુ, સુરત સજ્જડ બંધ, સુરતીઓ ઘરમાં જ રહ્યાં, શહેરમાં સન્નાટો

323

સુરત
શહેર કોરોના સામે ફરી એકવાર સજ્જડ સાબિત થયું છે. સુરતમાં સવારથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. જેથી રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા છે. જ્યારે એસટી. સિટી, બીઆરટીએસ બસો પણ બંધ રહેતા રસ્તાઓ પર અવર જવર પણ ઘટી ગઈ છે. સાથે જ રેલવે સ્ટેશને પણ એકલ દોકલ લોકો જાવા મળી રહ્યા છે. ચુસ્ત પણે કર્ફ્યુનો અમલ કરતા લોકોએ પોતપોતાની સોસાયટીઓના ગેટ પણ બંધ કરી દીધા છે.

કોરોનાના જાહેરનામા ભંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમ રાખનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ મુજબ ગુનો નોંધાયો છે. ૭૦થી ૮૦ લોકો ભેગા થતા પોલીસે જાહેરનામા ભગનો ગુનો નોંધ્યો છે.

જનતા કર્ફ્યુને લઈને સુરતના તમામ વિસ્તારો સૂમસામ જાવા મળી રહ્યા છે. વરાછા ,કતારગામ, અઠવલાઈન્સ, વેસુ સહિતના વિસ્તારો સૂમસામ જાવા મળી રહ્યા છે. સુરતમાં મેડિકલ, દૂધની ડેરી અને કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જાવા મળી રહી છે.

સવારે લોકો આ જીવલેણ વાઇરસ સામે વાઇરલ થયેલી અફવાથી દૂર રહી રોજિંદા સમયની જેમ જ દૂધ લેવા નીકળ્યા હતા. સુરત અડાજણ વિસ્તારના સુમુલના લગભગ તમામ ડેપો ઉપર એકલ દોકલ વ્યક્તિઓ દૂધ લેવા આવી રહ્યા હતા. હા શનિવારની રાત્રે અફવાઓએ જાર પકડતા લોકો ડર ના માર્યા દૂધ નહિ મળે એ વિચારથી લાઇન લગાડી દીધી હતી. લગભગ ૧૫૦૦ કેરેટ દૂધ માત્ર એલ પી સવાણીના સુમુલના ડેપો પરથી વેચાણ થયું હોવાનું ડેપોર્ન કર્મચારીએ જણાવ્યું હતું.

સુરત રેલવે સ્ટેશન પર સન્નાટો છવાઈ ગયો છે. મુસાફરોથી ધમધમતું રહેતું સુરત રેલવે સ્ટેશન પર એકલ દોકલ મુસાફર જાવા મળી રહ્યા છે. જનતા કર્ફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા છે. રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનો જ બંદોબસ્ત કરતા નજરે પડી રહ્યા છે.

સુરત એસટી ડેપોમાં પણ સન્નાટો છવાયેલો છે.. મુસાફરોની અવર-જવરથી ધમધમતુ રહેતા એસટી સ્ટેશન પર પણ એકલ દોકલ અને પોલીસના જદવાનો જ નજરે પડી રહ્યા છે. જનતા કર્ફ્યુના કારણે એશટીની તમામ બસો બંધ કરી દેવામાં આવી છે.

Share This: