સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાશે જોબ ફેર

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા જોબ ફેરનું કરાયું આયોજન

679
Job Fair Will Be Held at Veer Narmad South Gujarat University of Surat-suratheadlines

સુરત
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરતના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના ઉમેદવારો માટે આગામી તા. ૦૬/૦૮/૨૦૨૧ ના રોજ વીર નર્મદ કન્વેનશન હોલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, વેસુ, સુરત ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જોબ ફેરમાં સેલ્સ, બેક ઓફીસ, એચ.આર., એન્જીનીરીંગ, ટેકનીકલ, આઈ.ટી.આઈ. જેવી વિવિધ સેક્ટરની કંપનીઓ ભાગ લેશે. જેમાં ધો.-૧૦ પાસ થી લઈ ધો.૧૨/ડીપ્લોમાં/ડીગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો યુવતીઓ વિવિધ જગ્યાઓને અનુરૂપ લાયકતને ધ્યાને રાખી ભાગ લઈ શકશે.

જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક સુરત જિલ્લાની કંપનીઓએ https://bit.ly/2UIVv38 અને ઉમેદવારોએ https://bit.ly/3baWcr7 લીંકનો ઉપયોગ કરી તા.૦૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. માર્ગદર્શન હેતુસર રોજગાર સેતુ હેલ્પ લાઈન નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરી વધુ માહિતી મેળવી શકાશે તેમજ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સી-૫, બહુમાળી, નાનપુરા સુરત ખાતે રૂબરૂ સંપર્ક કરવો. તેમ મદદનીશ નિયામક (રોજગાર), સુરત દ્વારા જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: