સુરતમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજાઈ બેઠક

દક્ષિણઝોન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજાઈ યોજનાકીય સમીક્ષા બેઠક

99
Meeting of Social Justice and Empowerment Department Held in Surat-suratheadlines

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ યોજનાકીય સમીક્ષા બેઠક,

સુરત
સુરત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને દક્ષિણઝોનના ૧૨ જિલ્લાના ત્રણ વિભાગના અધિકારીઓ સાથેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ફાળવેલ વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાં થયેલ ખર્ચની વિગતો મેળવી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવતી વિવિધ યોજનાઓની ગ્રાન્ટ અને CSR ફંડનો લોકોપયોગી થાય તે માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા.

Meeting of Social Justice and Empowerment Department Held at Surat-suratheadlines

બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાતાકીય મહેકમન ઘટને વહેલામાં વહેલી ભરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો લાભ અરજદારને સીધો મળે તે માટે અધિકારીઓને તાકીદ કરી. અધિકારીઓને સીધી સ્થળ મુલાકાત કરી લાભાર્થીઓની મુશ્કેલીઓ સમજી પુરતી સહાય કરવા જણાવ્યું હતું. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને પડેલી હાલાકીનો ઝડપી નિકાલ કરવાની તાકીદ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સંબંધિત અધિકારીઓને કરી હતી.

બેઠકમાં સામજિક ન્યાય અધિકારિતા વિભાગના મુખ્ય સચિવ સુનયના તોમર, સંયુકત સચિવ દિનેશ પરમાર, નિયામક બી.પી. ચૌહણ, વી.બી. ઠાકોર, સંયુકત નિયામક નયનાબેન માળી, સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: