ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સહકરી મંડળીની યોજાઈ કારોબારી સભા

મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાઈ કારોબારી સભા

283
Meeting of The Olpad Taluka Primary Teachers Cooperative Society-suratheadlines

સુરત
ધી ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારી પરસ્પર સહકારી મંડળી લિ.ની કારોબારી સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બી.આર.સી.ભવન સભાખંડ, ઓલપાડ ખાતે મળી હતી. સભાની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ સભાસદ ભાઈ-બહેનો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી.

સભામાં મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને આવકાર્યા હતાં. મંડળીનાં જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું. જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. એજન્ડા મુજબ જે સભાસદ ભાઈ-બહેનોનું નિધન થાય તે સમયે તેમનાં વારસદારોને રૂપિયા બે લાખ સુધીની આર્થિક સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી નાણાંકીય વર્ષ માટે વાઈસ ચેરમેનની નિમણૂંક બાબત તેમજ ખાસ સાધારણ સભાનાં સ્થળ, તારીખ અને સમય બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

Meeting of The Olpad Taluka Primary Teachers Cooperative Society Held-suratheadlines Meeting of The Olpad Taluka Primary Teachers Cooperative Society Was Held-suratheadlines

છેલ્લાં 14 વર્ષોથી સર્વાનુમતે મંડળીનાં ચેરમેન તરીકે બિનહરીફ વરાતા વહીવટી કુશળ અને સભાસદોનાં હિતાર્થી કિરીટભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં મંડળીનાં લેખાજોખા રજૂ કરવા સાથે આગામી દિવસોમાં પણ મંડળીનાં પારદર્શક વહીવટની ખાતરી આપી હતી. આ પ્રસંગે તેમણે મંડળીનાં આગામી નાણાંકીય વર્ષ માટે વાઇસ ચેરમેનપદે બિનહરીફ વરાયેલ બળદેવભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

Meeting of Olpad Taluka Primary Teachers Cooperative Society-suratheadlines

અંતમાં મંડળીનાં બીજા જોઈન્ટ સેક્રેટરી શશીકાંત પટેલે સહકારી અભિગમ તથા સર્વ સ્તરીય વિકાસની વાતો સાથે આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: