નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

35
Nehru Youth Center Celebrated National Youth Day-suratheadlines

સુરત
ભારત સરકારના યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલય સંચાલિત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ- ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સંયોજકશ્રી સચિન શર્માએ ઉપસ્થિત યુવાનોને સ્વામિ વિવેકાનંદજીના મહાન કાર્યો અને જીવન-કવન આધારિત જાણકારી આપી તેમના આદર્શ જીવન કઈ પ્રેરણા લઈ જીવનમાં આગળ વધવા માટેનો માર્ગદર્શન આપ્યું હતું.

સાથે યુવાનોને વિવેકાનંદજીના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વધુમાં રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત જિલ્લા યુવા સલાહકાર સમિતિના દિપક જાયસવાલ દ્વારા આગામી સમયમાં આયોજિત સ્પર્ધાઓની જાણકારી આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતન કલસરિયા, દિપક જાયસ્વાલ અને જિજ્ઞેશ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This: