મકરસંક્રાંતિ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

મકરસંક્રાંતિ પર્વને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

57
Notice of Surat Police Commissioner Regarding Makarsankranti-suratheadlines

સુરત
આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતાં અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે જાહેરનામા દ્વારા તા.૧૪/૦૧/૨૦૨૧ થી ૧૫/૦૧/૨૦૨૧ના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી જરૂરી નિયંત્રણો ફરમાવ્યા છે. જે અનુસાર પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહનચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવર-જવર કરી શકશે. જે ટુ-વ્હિલર વાહનચાલકો ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહનચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહનચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Share This: