સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચનાં ઓફલાઈન વર્ગો કરાયા શરૂ

આશરે 20 મહિના બાદ શાળાઓ શરૂ થતાં બાળકો હોંશે-હોંશે શાળાએ ઉમટી પડ્યાં

67
Offline Classes of Std. 1 to 5 Were Started in Schools of Surat District-suratheadlines

સુરત
રાજ્યમાં કોરોનાને પગલે છેલ્લાં 20 માસથી શાળાઓમાં ધોરણ 1 થી 5 નાં વર્ગોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ રહેવા પામ્યું હતું. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે ધોરણ 6 થી 12 નાં વર્ગો સાથે આજથી ધોરણ 1 થી 5 નાં વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Offline Classes of Std. 1 to 5 Started in Schools of Surat District-suratheadlines

જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલની એક યાદીમાં જાનવવ્ય મુજબ રાજ્ય સરકારનાં આ નિર્ણયને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જિલ્લાનાં શિક્ષક સમુદાય વતી આવકાર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે તેમ છતાં બધી જ સંભાવનાઓને ધ્યાનમાં રાખી સરકારે તબક્કાવાર ઓનલાઈન અને હવે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો સંતોષકારક નિર્ણય લીધો છે. આ સાથે તેમણે કોરોનાની નિયત SOP નું ચૂસ્ત પાલન કરવા દરેક મુખ્યશિક્ષકો અને શાળા સ્ટાફને અનુરોધ કર્યો હતો.

Offline Classes of Std. 1 to 5 Started in Primary Schools of Surat District-suratheadlines

ઓફલાઈન વર્ગો શરૂ કરવાના સરકારનાં આ આવકારદાયક નિર્ણયને વિદ્યાર્થીઓ તેમજ તેમનાં વાલીજનોએ ઉત્સાહભેર વધાવી લીધો હતો. શાળાઓ શરૂ થવાનાં પ્રથમ દિવસથી જ શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, કાંઠા વિસ્તાર તેમજ વન વિસ્તારની શાળાઓનાં પટાંગણો બાળકોનાં કિલકિલાટથી ગુંજી ઉઠયાં હતાં. શાળાઓ આજરીતે પૂર્વવત ધમધમતી રહે એવી સૌ સારસ્વતમિત્રોએ માં સરસ્વતીને પ્રાર્થના કરી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: