કામરેજમાં રીફ્રેશર તાલીમ શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાશે

47
Refresher Training Camp Will Be Held in Kamrej Taluka-suratheadlines

સુરત
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન-જન સુધી યોગનો પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય તેવી સફળ કામગીરી કરવામાં આવી રહી છે.

ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં દક્ષિણ ઝોનના કુલ સાત જિલ્લાઓના ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડના યોગ કોચને તા.૨૧/૦૧/૨૦૨૧ થી તા.૨૩/૦૧/૨૦૨૧ દરમિયાન મહાદેવ તીર્થધામ, દાદા ભગવાનજી મંદિર, નવાગામ, કામરેજ ચાર રસ્તા, સુરત ખાતે રીફ્રેશર તાલીમ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્ય શ્રી ભાનુકુમાર ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ ટીપરે, ડો.ચંદ્રસિંહ ઝાલા, શ્રીમતી હિમાબેન પરીખ તેમજ યોગ બોર્ડના યોગ કોચ તથા યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

Share This: