સુરતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં રોડ-રસ્તાના રૂ.૨૧૬ કરોડના કુલ-૨૫૬ કામો મંજૂર થયા

ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંગરોળ અને માંડવી તાલુકાઓને વિકાસકાર્યોનો લાભ

42
Road Works Approved in Surat District in Year 2019-20-suratheadlines

સુરત
સુરત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક કુલ આઠ પેટાવિભાગીય કચેરીઓ કાર્યરત છે. ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંગરોળ અને માંડવી પેટાવિભાગ સુરત પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ ગત વર્ષ ૨૦૧૯-૨૦ માં રાજ્ય સરકારના અનુદાનમાંથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, સુવિધાપથ, ખાસમરામત યોજના અંતર્ગત ૫૧૨.૯૬ કિ.મી. લંબાઈના રૂ.૨૧૬ કરોડના કુલ-૨૫૬ કામો મંજુર થયા છે. જેમાંથી ૧૪૨.૩૬૦ કિ.મી. લંબાઈના રૂ.૩૭ કરોડના કુલ ૭૬ કામો પુર્ણ થયા છે, અને ૩૭૦.૬૦ કિ.મી. લંબાઈના રૂ.૧૭૯ કરોડના કુલ ૧૮૦ કામો પ્રગતિ હેઠળ છે, જે ઝડપથી પુર્ણ કરવામાં આવશે.

આ વિકાસકામોમાં નવા સ્ટ્રકચરો/પુલોનો સમાવેશ પણ થયો છે. જે ડુબાઉ પુલો ચોમાસા દરમ્યાન વધુ વરસાદને કારણે ડુબી જાય છે, ત્યાં આ નવા બનાવેલાં સ્ટ્રકચરો/પુલોના કારણે બારમાસી વાહનવ્યવહાર ચાલુ રહે છે. જેના કારણે ગ્રામ જનોને/વિદ્યાર્થીઓને, ખેતીપેદાશો માટે ખેડુતોને અને અન્યોને પણ સુગમતા રહે છે. જેના કારણે લોકોને ચોમાસા દરમિયાન પડતી અગવડતા દૂર કરી શકાઈ છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓને રિસર્ફેસ કરવાની કામગીરી, રસ્તાઓને પહોળા કરવાની કામગીરી અને જરૂર હોય ત્યાં નવી કનેક્ટીવિટી(નવા કાચાથી ડામર રોડ)ની કામગીરી હાથ ધરવામાં આવે છે. સુવિધાપથ હેઠળ ગામતળમાંથી પસાર થતાં રસ્તાઓને કોંક્રીટના બનાવવામાં આવે છે.

વધુમાં સુરત પંચાયત મા.મ.વિભાગ હસ્તક રાજ્ય સરકારની અન્ય યોજનાઓ જેવી કે, ટ્ર્રાયબલ સબ પ્લાન, જિલ્લા આયોજન, શ્યામાપ્રસાદ મુખર્જી વિગેરે યોજનાના કામો પણ મંજુર થયા છે. આ યોજના અંતર્ગત ગામોમાં સી.સી. રોડ, પેવર બ્લોકની સુવિધાઓ વિગેરેની કામગીરી કરવામાં આવી છે. શ્યામાપ્રસાદ મુખર્જી યોજના હેઠળ ઉમરપાડા તાલુકામાં ગોબર ગેસ પ્લાંટ બનાવવામાં આવ્યો છે. બાયોગેસ પ્લાન્ટ દ્વારા ગ્રામજનોને રસોઈ બનાવવા માટે એક ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થઈ છે.

Share This: