સાબરમતી જેલમાં ફરી કોરોનાની દસ્તક, ૧ કેદી સંક્રમિત થતા ૩૧નો કરાયો ટેસ્ટ

183

સુરત
સાબરમતી જેલમાં ફરી કોરોનાના દસ્તક જોવા મળ્યાં છે. એક કેદીને કોરોના પોઝિટિવ જણાતાં વધુ ૩૧ કેદીના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. જો કે, સાબરમતી જેલના પીઆરઓ, ડીવાય.એસ.પી. ડી.વી. રાણાએ જણાવ્યું હતું કે, સાવચેતી માટે આ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. જે કેદીને કોરોના જણાયો તેની સાથે બેરેકમાં રહેલાં કેદી પૈકીના ૯ કેદીના પ્રથમ તબક્કામાં ટેસ્ટ કરાવાયાં હતાં તે નેગેટિવ આવ્યાં છે. ૯ કેદીને કોરોના જણાયો નથી, હવે બીજા તબક્કામાં બાકીના ૨૨ કેદીના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે. આ તમામનો કોરોના રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.

નવી સાબરમતી જેલમાં વિવેદાનંદનગર પોલીસ સ્ટેશનના ગુનાના કાચા કામના આરોપીને કોરોનાના લક્ષણો જોવા મળ્યાં હતાં. આ કેદીનો રિપોર્ટ કરાવતાં તેને કોરોના હોવાનું જણાયું હતું. સ્ટાફના સંપર્ક દરમિયાન કોરોનાગ્રસ્ત થયેલા કેદી સાથે બેરેકમાં રહેલાં અન્ય કેદીઓના મેડિકલ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પહેલા તબક્કામાં ૯ કેદીના કોરોના રિપોર્ટ નીલ આવ્યાં છે. જ્યારે, બીજા ૨૨ કેદીના ટેસ્ટ લેવાયાં છે અને રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાં પોલીસ સ્ટેશનોમાંથી મૂકી જવાયેલાં એક ડઝન જેટલા કેદીને અત્યાર સુધી કોરોના પોઝિટિવ આવતાં સારવાર અપાઈ છે. બે જેલ કર્મી પણ કોરોનાની ઝપટમાં આવી ગયાં હતાં. સાબરમતી જેલના સંચાલકોએ કેદીઓ અને જેલ સ્ટાફમાં કોરોના પ્રસરે નહીં તે માટે સાવચેતીરૂપ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ગુનામાં આવેલાં કેદીને ચિહ્નો જોવા મળતાં મેડિકલ ટેસ્ટ કરાવાતાં તેને કોરોના જણાયો હતો. આ કેદીને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે બે જેલ કર્મચારી પીપીઈ સૂટ પહેરીને સાથે ગયાં હતાં. આમ છતાં, જેલ તંત્રના અધિકારીઓએ સાવચેતી ખાતર પીપીઈ સૂટ પહેરીને કેદીને લઈ ગયેલાં બન્ને જેલ કર્મચારીને હોમ કોરેન્ટાઈન કરી એક અઠવાડિયું આરામ પર ઉતાર્યાં છે.

Share This: