વિવિધ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય

46
Scholarships and Financial Aid to Students in Various Fields-suratheadlines

સુરત
મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી, સુરત દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ (ધો. ૧ થી ૮) તથા ધોરણ ૯-૧૦ ના કુલ ૮૩,૭૩૨ વિદ્યાર્થીઓને રૂ. પ.૨૧ કરોડની શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. ધો. ૧ થી ૮ ના કુલ ૮૩,૭૩૨ વિદ્યાર્થીઓને રૂ. ૫.૦૨ કરોડની યુનિફોર્મ શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. જ્યારે ધો.-૯ ની કુલ ૩૮૩ર કન્યાઓને વિદ્યાસાધના યોજના અંતર્ગત સાયકલનો લાભ આપવામાં આવ્યો છે.

આઈ.ટી.આઈ.ના કુલ ૨૩૨ વિદ્યાર્થીઓને રૂ.૭.૮૩ લાખ શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. ટેલેન્ટ પૂલ યોજના હેઠળ ધો. ૬ થી ૧૨માં નામાંકિત શાળામાં અભ્યાસ માટે કુલ ૧૦૬ વિદ્યાર્થીઓ માટે શાળાઓને રૂ. ૩૧.૮૦ લાખ અને ભારત સરકાર-પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ ૧૩,૦૫૦ વિદ્યાર્થીઓને રૂ. ૩.૬૪ કરોડની શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ ૨૩,૪૪૦ વિદ્યાર્થીઓને રૂ.૪૦.૩૬ કરોડની શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. ધોરણ-૧૧ અને ૧૨ ખાનગી ટ્યુશન સહાય પેટે કુલ ૪૭૬ વિદ્યાર્થીઓને રૂ.૬૮.૬૯ લાખ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.

Share This: