‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાન મહાદાન’ને વેગ આપવા સુરતમાં યોજાઈ રાજ્યકક્ષાની નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ

નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટ રમીને નર્સિંગ સ્ટાફનો વધાર્યો ઉત્સાહ

61
State Level Nursing Cricket Tournament Was Held in Surat-suratheadlines

યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બનવાનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો આગ્રહ,

સુરત
સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે. ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા માટે ગુજરાત રાજ્યકક્ષાની ત્રીજી ગુજરાત નર્સીસ ક્રિકેટ પ્રિમીયમ લીગ(સારસંભાળ ક્રિકેટ ટુર્નામેન્ટ) સુરતના આંગણે યોજાઈ છે. ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાન મહાદાન’ના અભિયાન સાથે નર્સિંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્સિંગ સ્ટાફ સાથે ક્રિકેટ રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સુરતના આંગણે રાજ્યભરની ૫૦૦થી વધુ નર્સિંગ સ્ટાફની ૩૫ જેટલી ટીમો પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

State Level Nursing Cricket Tournament Was Held at Surat-suratheadlines

ગૃહમંત્રીએ આ પ્રસંગે ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાન મહાદાન’ના અભિયાનને બિરદાવતા કહ્યું હતું કે, ‘ICU હોય કે હોસ્પિટલોના વોર્ડ હોય, દરેક ક્ષેત્રે નર્સિંગ સ્ટાફે કોરોનાકાળમાં જીવના જોખમે ફરજ નિભાવી છે. નર્સિસએ સમાજના આરોગ્ય સાથે જોડાયેલી મહત્વની કડી છે. ‘નો ડ્રગ્સ’ અને ‘અંગદાનના મહાઅભિયાન’ને સફળ બનાવીને યુવાનો ડ્રગ્સના દુષણથી દૂર રહે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે સૌને કટિબદ્ધ થવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ આ અવસરે જણાવ્યું હતું કે, એક અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. અંગદાન ઈશ્વરીય કાર્ય છે, ત્યારે સમાજમાં જાગૃતિ લાવીને બ્રેઈનડેડ વ્યક્તિઓનું વધુમાં વધુ અંગદાન થાય એ માટે નર્સિંગ સ્ટાફને પણ કાર્યરત થવાની હાંકલ કરી હતી.

આયોજનને સફળ બનાવવા માટે દિનેશ અગ્રવાલ, આદિલ કડીવાલા, દિવ્યેશ પટેલ, પિનલ પટેલ, વિરાગ આહિર, દેવાંગ પટેલ, વિકી ચોપડાએ સાથે મળીને સમાજને ઉપયોગી થવા માટે અભિયાન ઉપાડયું છે, જ્યારે મેડિકલ કોલેજના ડો.ઈન્દ્રાવતી રાવે ‘નો ડ્રગ્સ’નું કેમ્પેઈન ઉપાડયું છે.

રોયલ ચેલેન્જરના ક્રિકેટર બાબા સિદ્દીકી પઠાણે આ અવસરે ઉપસ્થિત રહીને નર્સિંગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરસીયા, કિરણ દોમડીયા, નિલેશ લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

ગઈ કાલથી શુભારંભ થયેલી ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય સંગીતાબેન પાટીલે કરાવ્યો હતો. આ અવસરે તેમની સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, પૂર્વ આઈ.એમ.એના પ્રમુખ ડો.પારૂલ વડગામા, સંગઠનના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, સિન્ડીકેટ મેમ્બર મહેન્દ્રસિંહ ચૌહાણ, વીર નર્મદ દ.ગજરાત યુનિ.ના વાઈસ ચાન્સેલર કે.એન.ચાવડા, ડો.મુકુલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: