સુરતના ડેપ્યુટી મેયર બાદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઉડાવ્યો લોકડાઉનનો મજાક

293

સુરત
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને સરકાર લોકોને લોકડાઉનનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટિંગ્સનું પાલન કરવા કહી રહી છે. ત્યારે ધારાસભ્યની હાજરીમાં જ લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું જોવા મળ્યું છે. જેમાં રાહત સામગ્રીની લાઇનમાં સોશિયલ ડિસ્ટિંગ્સનું કોઇ પાલન થઇ રહ્યું નથી. આ કાર્યક્રમમાં જ ધારાસભ્ય હર્ષ સંઘવી બેઠા હોવા છતાં તેઓ પણ કોઇને સોશિયલ ડિસ્ટિંગ્સ જાળવવાની અપીલ કરી રહ્યાં નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું આ રીતે કોરોના દૂર થશે?. જો એક ધારાસભ્ય સામે જ સોશિયલ ડિસ્ટિંગ્સનું ઉલ્લંઘન થશે તો કેવી રીતે કોરોનાને મોત આપીશું? લોકો પણ કેમ ગંભીરતા નથી સમજતા?

Share This: