સુરતમાં કોરોનાનો વધતો કહેર : વધુ ત્રણ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨૮ થઇ

287

સુરત
સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઈરસના વધેલા આતંક વચ્ચે શુક્રવારે વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરના રૂમ પાર્ટનર, રાંદેર મેરુલક્ષ્મી સોસાયટીની ઝુબેદા પટેલનો પુત્ર અને એપીએમસી માર્કેટ કામ કરતા વરાછાના વૃદ્ધના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાના વધુ ત્રણ દર્દી સાથે શહેરમાં દર્દીઓની સંખ્યા ૨૮ થઈ છે.

લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાજીદ અબ્દુલ રહેમાન અંસારી (ઉં.વ.૪૦, રહે. મશાલચીવાડ, રામપુરા)ને સોમવારે શરદી-ખાંસી, કફની તકલીફ સાથે સિવિલમાં ખસેડાયો હતો. અબ્દુલે કોરોના પોઝિટિવ આવેલા ન્યૂ રાંદેર રોડના અહેસાન ખાનને હોસ્પિટલ શિફ્ટ કર્યો હોવાની હિસ્ટ્રી આપતા સિવિલના તબીબોએ તેને દાખલ કરી સેમ્પલ લઈ સારવાર શરૂ કરી હતી. દરમિયાન મંગળવારે તેનો કોરાનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા તબીબો ચોંકી ઊઠયાં હતા.

ત્યારબાદ સાજીદના સંપર્કમાં આવેલા તેના રૃમ પાર્ટનર વિનોદ શાંતિલાલ ગાવિત (ઉં.વ.૨૫)ને ક્વોરન્ટાઈન કરાયો હતો. વિનોદના સેમ્પલ લઈ તપાસ કરાવી હતી, જેનો શુક્રવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવર સાજીદ જે પોઝિટિવ દર્દી અબ્દુલ રહેમાનને હોસ્પિટલ છોડવા ગયો હતો, તેનું મંગળવારે મોત નીપજ્યું હતું. જિલ્લાના બે કેસ મળી આંકડો ૨૭ ઉપર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે નવા શંકાસ્પદ ૨૨ કેસ નોંધાયા હતા.

ગુરુવારના પેન્ડિંગ ૧૮ અને શુક્રવારના નવા ૨૨ શંકાસ્પદ કેસમાંથી ૩૧ દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યાં હતા. હજી બીજા છ દર્દીના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યાં છે. શુક્રવારે શહેરમાં શંકાસ્પદ કોરોના વાઈરસના વધુ ૨૨ કેસ નોંધાયા હતા. જેમાં શહેરના ડિંડોલી, પાલનપુર કેનાલ રોડ, રૃસ્તમપુરા, ભેસ્તાન, નવાગામ-ડિંડોલી, વેડરોડ, રાંદેર,અમરોલી, ઉધના, નાનપુરા, અડાજણ, કતારગામ, ગલેમંડી, પીપલોદ, પાંડેસરા, ગોડાદરા, રામપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના ૨૫ કેસ નોંધાયા છે. જે પૈકી ચાર દર્દી મોતને ભેટયાં છે.

કોમ્યુનિટી સેમ્પલિંગ દરમિયાન કનૈયાલાલ ઠાકોરદાસ મોદીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કનૈયાલાલ મોદી જ્યાં રહે છે તે, વરાછા ઝોન પાસે આવેલા દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટ કેમ્પસમાં આઠ બિલ્ડીંગ અને ૨૫૬ ફ્લેટ આવ્યાં છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા દ્વારા આખા કેમ્પસમાં તપાસ શરૃ કરવા સાથે ડિસઇન્ફેક્ટેડની કામગીરી શરૂ કરાઈ છે.

Share This: