
સુરત
કતારગામ ગાયત્રીપાર્ક સોસાયટીમાં આવેલ અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી સાથે તેની બેગ ખેંચી તેને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. આંગડિયા પેઢીના કર્મચારીને હથોડીના ઘા માર્યા છતાં પ્રતિકારક કર્મચારીએ બેગ પકડી રાખી બુમાબુમ કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.
ઉપરોક્ત લૂંટના પ્રયાસની લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનામાં સંડોવાયેલા લૂંટારૂઓને લોડેડ પિસ્તોલ જેવા ઘાતક હત્યારો સાથે ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યા હતા.