કોરોના બેકાબુ થતા હીરાબજાર મહિધરપુરાને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયો

હીરા ઉદ્યોગ ફરી બંધ

11

સુરત
શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને તંત્રની ચિંતા વધી છે, તેવામાં ડાયમંડ ઉધોગમાં કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે. અહીંયા કામ કરતા લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. જે બાદમાં કેટલાક વિસ્તારો કોરોનાના હોટસ્ટોપ બન્યા છે. આ વિસ્તારમાં રહેતા લોકોને ક્વોરન્ટીન કરીને આ વિસ્તારના ઉદ્યોગોનો બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વાયરસ બાદ અનલોક ૧ શરૂ થતાની સાથે સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારે થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ચિંતા વધી છે.

સુરતના હીરા ઉદ્યોગ સાથે જાડાયેલા લોકો સૌથી વધુ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એટલે કે સૌથી વધુ કેસ રત્નકલાકારોમાં જોવા મળી રહ્યા છે. જેને પગલે વરાછા-કતારગામના ડાયમંડ યુનિટોને ક્લસ્ટર જાહેર કરી સાત દિવસ માટે ફરજિયાત બંધ રાખવા મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. મહિધરપુરા, લીંબુ શેરી, પીપળા શેરી, નાગરદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ પળિયા, ભોજાભાઇની શેરીથી પાટીદારભવન સુધીના વિસ્તારને કલસ્ટર જાહેર કરાયો છે.

શહેરના કતારગામ, વરાછા સહિતના વિસ્તારોમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સજાગ બન્યું છે. ૮૦ ટકા હીરા ઉદ્યોગ આજથી ફરી બંધ કરવામાં આવ્યો છે. મહિધરપુરા વિસ્તાર ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું છતાં હીરા બજાર ખુલ્યું હતું અને હીરાના વેપારીઓની ભીડ ઉમટી પડી હતી. જો કે, બજાર ખુલતા પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને વેપારીઓને પરત મોકલવામાં આવ્યા છે.

Share This: