“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સુરત મનપા દ્વારા યોજાઈ ફોટોગ્રાફી સ્પર્ધા

76
Surat Municipal Corporation Organized Photography Competition-suratheadlines

સુરત
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયાની ઉજવણી અન્વયે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અન્વયે 75 WEEK-75 SPECIES-75 Z00 હેઠળ ભારતભરમાંથી વિવિધ પ્રજાતીનાં સંવર્ધન અને સંરક્ષણ કરવા પ્રાણી સંગ્રહાલયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા નેચર પાર્ક, વરાછા ખાતે ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Photography Competition Held By Surat Municipal Corporation-suratheadlines

સુરત મનપા આયોજિત સ્પર્ધામાં ૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સરથાણા નેચર પાર્કમાં આવેલ પ્રાણી અને પક્ષીની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. અશોક નટવરલાલ પટેલ અને ડો. વિજેન્દ્ર અરવિંદ દેસાઈએ સેવા આપી હતી. આ ફોટોગ્રાફી સ્પર્ધા પ્રસંગે સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા પુર્ણિમાબેન દાવલેએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી.

Photography Competition Was Held By Surat Municipal Corporation-suratheadlinesSurat Municipal Corporation Held Photography Competition-suratheadlines

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પાર્ટીસીપન્ટ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં પસંદગી પામેલ ફોટોને સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ તથા સોશીયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસ્કૃતિક વિભાગના મેનેજર એસ. આર. ખાન અને સરથાણા નેચર પાર્કના આસી.વેટરનરી ઓફિસર ડો. રાજેશ એ. પટેલ અને નગરજનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ધો.પ થી ૮ માટે Save Wild Life વિષય અને ધો.૯ થી ૧૨ માટે Climate Change And Wild Life વિષય પર ઓનલાઈન ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૨૭/૦૯/૨૦૨૧ સુધીમાં mysurat.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી નિયમોને આધિન ભાગ લઈ શકાશે. ભાગ લેનાર સ્પર્ધકોને પાર્ટીસીપર સર્ટીફિકેટ આપવામાં આવશે તથા વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાની વધુ માહિતી માટે mysurat.in વેબસાઈટ તથા સાંસ્કૃતિક વિભાગ, સુરત મહાનગરપાલિકા ટે.નં. ૨૪૨૩૭૫૧ થી ૫૬-EXT : 245 અથવા 279 નો સંપર્ક કરવાનો રહેશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: