સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી ચમક્યું સુરત : દેશભરના સ્વચ્છ શહેરોમાં મેળવ્યો દ્વિતીય ક્રમ

રાષ્ટ્રપતિના હસ્તે મનપા કમિશનર, મેયર અને શહેરી વિકાસમંત્રીને એવોર્ડ કરાયો અર્પણ

50
Surat Shine Again in Swachh Survekshan-Get The 2nd Ranked-suratheadlines

દેશભરમાં બીજા ક્રમના સ્વચ્છ શહેરનું બહુમાન હાંસલ કરવાં બદલ સમગ્ર ગુજરાતને પ્રાપ્ત થયું ગૌરવ,

સુરત
કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં સુરતને બીજા ક્રમ મેળવવા બદલ શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા મેયર હેમાલી બોઘાવાલાને સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સુરતની દેશભરમાંથી બીજો ક્રમ મળવા બદલ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.

નોંધનીય છે કે, સતત પાંચમી વાર મધ્યપ્રદેશનું ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ અમદાવાદ અને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનું બહુમાન છત્તીસગઢ રાજ્યે મેળવ્યું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: