સુરતમાં બ્લેકમેલ કરતાં દલાલની હત્યા કરી વેપારી પોલીસ આગળ હાજર થયો

179

સુરત
કતારગામ વિસ્તારમાં આવેલી ગોતાલાવાડી ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બારડોલીયા કંપાઉન્ડમાં આવેલી હીરાની ઓફિસમાં હત્યા થઈ છે. હીરાના વેપારીની પરસ્ત્રી સાથેની અંગતપળોના વીડિયોને વાઈરલ કરવાની ધમકી આપનાર હીરા દલાલની હત્યા કરવામાં આવી છે. હીરા વેપારીએ હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. સમગ્ર હત્યાની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કતારગામ વિસ્તારમાં આવેલી ગોતાલાવાડી બારડોલીયા કંપાઉન્ડ ખાતે આવેલી હીરાની ઓફિસમાં હીરા દલાલની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હીરા વેપારી સંદીપ પટેલ દ્વારા હત્યા કરવામાં આવી છે. સંદીપના અન્ય સ્ત્રી સાથે અંગત સંબંધ હોય તેના વીડિયો હીરા દલાલ પાસે હતાં. જેથી તે વીડિયો બતાવીને વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. જેનાથી કંટાળી ગતરોજ પોતાના કારખાના બોલાવી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હજાર થયો હતો. સમગ્ર હત્યાના બનાવ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

કારખાનામાં નીચેના ભાગેથી ત્રીજા માળે ઉપર એકાંતમાં લાવી તેમનું કાયમના માટે કાશળ કાઢી નાખવાના ઇરાદે ગડદા પાટુનો માર મારી ગળુ દબાવી ખૂન કરેલ હતું. લાશના કપડા કાઢી કારખાનામાં પડેલ દોરીથી હાથ પગ બાંધી પ્લાસ્ટીકના મીણીયામાં લાશ વીંટી ધસડીને અંદરના રૂમમાં મુકી દીધેલ હતી. તે પછી મિત્ર આશિષને ફોન કરી કારખાનાના નીચે બોલાવેલ હતો. તેનાથી કાંતીભાઇનું ખૂન થઇ ગયેલાની હકીકત જણાવી કાંતીભાઇના બનાવ સમયે પહેરેલ કપડા પેન્ટ – શર્ટ તથા તેમનું બાઇક તથા મોબાઇલનું સીમકાર્ડ કામરેજ તરફ જઇ સગેવગે કરવા તથા નવો મોબાઇલ ફોન લેવા રૂ .૩૦૦૦ રોકડા આપી કાંતિભાઈના ઘરે તેના સીમ કાર્ડથી ગેરમાર્ગે દોરવા ફોન કરવા જણાવી રવાના કરેલ હતા.

Share This: