UPSC ની મુખ્ય પરીક્ષામાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ મેળવી અદભુત સિદ્ધિ

ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 8 મો રેન્ક મેળવી ફરી એકવાર શહેરનું વધાર્યું ગૌરવ

352
Surat's Kartik Jivani Got a Wonderful Straight in UPSC-suratheadlines

સુરત
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલી સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 761 જેટલા વિધાર્થીઓ નિમણુંક પામ્યા છે. ગૌરવની વાત એ છે કે સુરત શહેરના કાર્તિક જીવાણીએ આ પરીક્ષામાં AIR 8 સાથે અદભુત સફળતા મેળવી છે. કાર્તિકે પોતાની અથાગ મહેનત દ્વારા મેળવેલી સિદ્ધિથી ફરી એકવાર શહેરનું ગૌરવ વધાર્યું છે.

Surat's Kartik Jivani Get a Wonderful Straight in UPSC-suratheadlines

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષાનું હાલમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IAS, IFS, IPS, કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને ગ્રુપ B ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. UPSC દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સુરત શહેરના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 8 મો રેન્ક સાથે અદભુત સિદ્ધિ મેળવી ફરી એકવાર શહેરના ગૌરવમાં વધારો કર્યો છે.

કાર્તિક જીવાણીએ 2017માં પણ UPSC ની પરીક્ષા આપી હતી. મનમાં ઉચાટ અને ઉત્તેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. ત્યાબાદ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019 માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 92 મો ક્રમ મેળવ્યો હતો. જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા-લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી છે.

કાર્તિકના પિતા ડો. નાગજીભાઈ જીવાણી શહેરના વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ મેળવ્યા બાદ IIT મુંબઈથી મિકેનિકલમાં બીટેકની પદવી પ્રાપ્ત કરી છે. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.

મુસ્તફા પઠાણ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: