થાઈલેન્ડનાં પ્રતિનિધિ મંડળે લીધી સુરત મનપાની મુલાકાત

88
Delegation of Thailand Visited Surat Municipal Corporation-suratheadlines

સુરત
થાઈ કોસ્યુલેટ થાનાવત સિરીકુલની અધ્યક્ષતામાં થાઈલેન્ડનાં પ્રતિનિધિ મંડળે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Thailand Delegation Visited SMC-suratheadlines

ત્યારબાદ આ પ્રતિનિધિ મંડળે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ સાથે સ્મેક સેન્ટરની મુલાકાત લીધી હતી. સ્મેક સેન્ટરમાં સુરત મહાનગરપાલિકાની તમામ સેવાઓનો કમાન્ડ સેન્ટરથી કન્ટ્રોલ કરવામાં આવે છે. જેમાં સુરત મહાનગરપાલિકાની આધુનિક સેવાઓ તથા શહેરીજનોની ફરીયાદથી લઈ વિવિધ વિભાગોની ઈન્ટરનલ કનેકિટવીટીને લગતી તમામ બાબતો આ સ્મક સેન્ટરથી સંચાલિત કરવામાં આવે છે.

Thailand Delegation Visit Surat Municipal Corporation-suratheadlines Thailand Delegation Visit SMC-suratheadlines

ત્યારબાદ જુના સ્થાયી સમિતિ રૂમમાં મિટીંગ યોજાઈ હતી. જેમાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણવ્યું હતું કે, સુરત કાપડ ઉદ્યોગ અને હિરા ઉદ્યોગના કારણે ભારતનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલ શહેર છે. જે આજે ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી તરીકે દુનિયામાં જાણીતું શહેર છે. સુરત શહેરના વિવિધ વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન દર્શાવી સુરત શહેરમાં વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલ વિકાસ કાર્યોથી તેઓને માહિતગાર કર્યા હતા. પ્રેઝન્ટેશન નિહાળી થાઈ પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયુ હતું.

Thailand Delegation Visited Surat Municipal Corporation-suratheadlines

પ્રેઝન્ટેશન બાદ ચર્ચા-વિચારણા દરમિયાન સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલે થાઈલેન્ડમાં ગુજરાતી-સુરતીઓને આકર્ષવા માટે થાઈલેન્ડના હોટલો ઉધોગોમાં શાકાહારી ફુડની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ સુરત અને થાઈલેન્ડ વચ્ચે કનેકટીવીટીની સુવિધા કરાવવા સુચન કરી ઈન્ફાસ્ટ્રકચર તેમજ અન્ય સુવિધા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. વધુમાં થાઈ ડેલીગેશને સુરત મહાનગરપાલિકાના મોટા પ્રજેકટોમાં સહભાગી થવા તત્પરતા દર્શાવી હતી.

Delegation of Thailand Visited SMC-suratheadlines

મેયર હેમાલીબેન બોઘાવાલાએ થાઈ કોસ્યુલેટ થાનાવત સિરીકુલને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા. સદર મિટીંગમાં ડે. મેયર દિનેશભાઈ જોધાણી, શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતો.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: