સુરતના ઉધના ગામ ખાતે આ એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા ફાયર વિભાગ થયું દોડતું

સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતાં અનુભવાઈ રાહત

91
Third Floor's Gallery of a App. Collapsed at Udhana Gam in Surat-suratheadlines

સુરત
ઉધના ગામ ખાતે આવેલ ગાયત્રીનગર-2 ના દીપરેખા એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી તુટી પડતા ફાયર દોડતું થઈ ગયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

સુરતમાં જર્જરીત મકાનોને લીધે વારંવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ઉધના ગામ ખાતે આવેલ ગાયત્રી નગર-2 ના દીપરેખા એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો ભાગ તુટી પડ્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગયો હતો અને ગેલેરીનો તુટેલો ભાગ દુર કર્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. ઘટના સ્થળે ઉધના ઝોનનો કાફલો પણ દોડી આવ્યો હતો. હાલ મિલકતની મજબુતાઈ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: