સુરતની SVNIT કોલેજ ખાતે બે દિવસીય ‘રોડ સેફટી’ વર્કશોપ

‘એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન એન્ડ ઈમરજન્સી સાથે રોડ અકસ્માતમાં ઘટાડો કરવાનો હેતુ સાધ્ય કરવો છે’ : ઈન્ડીયન રોડ કોંગ્રેસના સેક્રેટરી જનરલ એસ.કે.નિર્મલ

90
Two Day ‘Road Safety’ Workshop at SVNIT College of Surat-suratheadlines

સુરત
શહેરના નાગરિકોને રોડ સેફટી વિશે જાગૃત કરવા ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર સંલગ્ન એસવીએનઆઈટી કોલેજ ખાતે ‘રોડ સેફટી:એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ એન્ડ એજ્યુકેશન’ વિષય પર આયોજિત બે દિવસીય વર્કશોપનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન ઈન્ડીયન રોડ કોંગ્રેસના સેક્રેટરી જનરલ એસ.કે.નિર્મલ દ્વારા કરવામાં આવ્યું હતું. તા.૨૩ અને ૨૪ જુલાઈના રોજ આયોજિત વર્કશોપમાં રોડ સેફટી એજ્યુકેશન અને તાલીમનું મહત્વ, રોડ સેફટીની સમસ્યા, બ્લેક સ્પોટનો પરિચય અને ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ, ફર્સ્ટ રિસ્પોડેન્ટ ટ્રેનિંગ અને ઈમરજન્સી કેર જેવા વિવિધ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

એસ.કે.નિર્મલએ જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે થતા ૧.૫૦ લાખ અકસ્માતોમાં કુલ ૩૫ ટકા લોકો જીવ ગુમાવે છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૩૦ સુધી રોડ અકસ્માતોની સંખ્યાની સાથે અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધવાનો લક્ષ્યાંક રખાયો છે. જેના માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ૧૮ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી. ‘આપણે માત્ર ૩ઈ નહિ પણ 4ઈ એટલે કે એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન એન્ડ ઈમરજન્સી સાથે આ હેતુને સાધ્ય કરવાનો છે’ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

આ અવસરે એસવીએનઆઈટી કોલેજના ડાયરેક્ટર એસ.આર.ગાંધીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં થતાં ગંભીર અકસ્માતોમાં સૌથી વધુ ૧૮ થી ૪૫ વર્ષના યુવાનો જીવ ગુમાવે છે. જે હેઠળ એસવીએનઆઈટી યુવાનોને રોડ સેફટી અંગેની વિસ્તૃત માહિતી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે અને તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજીને અકસ્માત નિવારણ અને લોકોમાં જાગૃતી લાવવામાં આવશે.’

Two Day ‘Road Safety’ Workshop in SVNIT College of Surat-suratheadlines

કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના કમિશનર એલ.પી.પાડલિયા, ગુજરાત રોડ સેફટી ઓથોરિટીનાં બ્રાંડ એમ્બેસડર વિસ્પી કસાડ, સુરત શહેરના એસીપી એચ.ડી.મેવાડા ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: