ઉપરવાસના હથનુર ડેમના પણ દરવાજા ખોલીને ૩૫૦૦ ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ થતા ૩૩ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક

8

સુરત
ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થતા જ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉકાઈ ડેમમાં ગત રોજથી પાણીનો ઈન્ફ્લો નોંધાતા ૬૬૦૦ ક્યુસેક પાણીનો ઈનફ્લો રાખવામાં આવ્યો હતો. હાલ ઉકાઈ ડેમમાં ૩૩૨૧૮ ક્યુસેક પાણીનો ઈન્ફ્લો છે. જ્યારે ૬૫૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો રાખવામાં આવ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની હાલની સપાટી ૩૧૭.૮૯ ફૂટ છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા ૨૧ રેઇનગેજ સ્ટેશનોમાંથી વિતેલા ૨૪ કલાકમાં સાવખેડામાં ૧.૫ ઇંચ, ગીરનામાં અડધો ઇંચ સહિત સાત સ્ટેશનોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સાથે જ ઉપરવાસના હથનુર ડેમના પણ દરવાજા ખોલીને ૩૫૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. આ પાણી પ્રકાશા ડેમ થઇને ઉકાઇ ડેમમાં આવતા ગત રોજથી ઉકાઇ ડેમમાં ૩,૦૦૦ ક્યુસેકથી પાણીની આવક શરૂ થયા બાદ ધીમે ધીમે વધીને ૩૩૨૧૮ ક્યુસેક નોંધાઇ છે. ઉકાઇ ડેમમાં હાલ ૩૩૨૧૮ કયુસેક ઇનફલો અને ૬૫૦ ક્યુસેક આઉટફલો નોંધાયો છે. ઉકાઇ ડેમની સપાટી ૩૧૭.૮૯ ફૂટ નોંધાઈ છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થતા જ સતાધીશો એલર્ટ થઇ ગયા છે.

Share This: