સંપૂર્ણ રસીકરણની દિશામાં સુરત મનપાની અનોખી પહેલ : રસીનો બીજો ડોઝ લેનારને અપાશે આ ભેટ

41
Unique Initiative of Surat Municipal Corporation Towards Fully Vaccination-suratheadlines

સુરત
સુરત મહાનગરપાલિકા દ્વારા કોવીડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલા ૩૭,૩૪,૭૧૩ લોકોને રસીકરણના પ્રથમ ડોઝથી આવરી લેવામાં આવ્યા છે. તથા ૨૩,૮૦,૯૧૩ લોકોને રસીકરણના બીજા ડોઝથી આવરી લેવામાં આવ્યા છે. શહેરીજનો બંને ડોઝ લઈ કોવીડ રસીકરણથી સંપૂર્ણપણે રક્ષિત થાય તેવા ઉમદા ઉદેશ્યથી “યુવા અનસ્ટોપેબલ” સંસ્થાના સહયોગથી સુરત મહાનગરપાલિકાના રસીનો બીજો ડોઝ લેનાર શહેરીજનોને ઉપલબ્ધ જથ્થાના આધારે વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થી દીઠ એક ૧ લીટર ખાધ્ય તેલના પાઉચનું વિતરણ કરવામાં આવશે.

આવતીકાલ તા.૨૬/૧૧/૨૦૨૧ શુક્રવારના રોજ જે લાભાર્થીઓનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય એવા સુરત મહાનગરપાલિકાનાં નિયત કરેલા રસીકરણ કેન્દ્રો પર જે બીજો ડોઝ લેવા માટે આવશે તેવા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: