રવિવારે સુરતના તમામ મતદાનમથકો પર યોજાશે મતદારયાદી સુધારણા કાર્યક્રમ

ઘરઆંગણે આયોજિત મતદાર યાદી ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ

60
Voter List Reform Program Will Be Held at All Polling Stations in Surat-suratheadlines

શહેર-જિલ્લામાં રવિવારે સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાનમથકો ઉપર હાજર રહી સ્વીકારશે અરજીઓ,

સુરત
ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.૦૧/૦૧/૨૦૨૨ ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો તા.૦૧/૧૧/૨૦૨૧(સોમવાર) થી તા.૩૦/૧૧/૨૦૨૧(મંગળવા૨) સુધીના સમયગાળા દરમ્યાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકક દાવાઓ રજુ કરી શકશે. ઓનલાઈન અરજીઓ www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ ૫૨ સંપર્ક કરવો.

શહેર-જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે તા.૨૧/૧૧/૨૦૨૧(રવિવાર) ના રોજ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૫.૦૦ કલાક દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. આથી જે નાગરિકો તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદા૨યાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. ૭, સુધારા માટે ફોર્મ નં. ૮ તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. ૮(ક) જરૂરી આધાર પુરાવા સાથે તા.૨૧/૧૧/૨૦૨૧ ને રવિવારે તેઓના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજૂ કરી સુધારા-વધારા કરી શકશે.

કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદાર યાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણતકનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: