MISC બીમારી શું છે ?, શું બાળકોને બ્લેક ફંગસ થઈ શકે છે ? જાણો..

133
What is MISC Disease-suratheadlines

સુરત
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે અને ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર શું બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે કે કેમ ? અને બાળકોમાં એક એમ.આઈ.એસ.સી. ની બીમારી જોવા મળી છે. આ એમ.આઈ.એસ.એસ.સી. બીમારી શું છે તે અંગે સુરતના તબીબ શું કહે છે આવો જોઈએ આ અહેવાલમાં.

MISC Disease-suratheadlines

દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી લહેર ખુબ જ ઘાતક પણ નીવડી છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં ૨ હજાર ઉપર પોઝીટીવ કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે. અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં જાણીતા તબીબનું આ અંગે શું કહેવું છે તે અંગે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

Nice Hospital Surat-suratheadlines

ખાસ કરીને બાળકોમાં હાલમાં એમ.આઈ.એસ.એસ.ની બીમારી જોવા મળી હતી. આ એમ.આઈ.એસ.સી.ની બીમારી શું છે અને તેના લક્ષણો શું છે. શું એમાં બાળકોના જીવ જઈ શકે છે જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. ત્યારે આ બીમારી અંગે સુરતની લાલ દરવાજા ખાતે આવેલી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલના જાણીતા તબીબ ડો.આશિષ ગોટીએ આ અંગે માહિતી આપી હતી.

Dr. Ashish Goti-suratheadlines
ડો.આશિષ ગોટી

ડો.આશિષ ગોટીએ જણાવ્યું કે, MISC નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લામેટરી ઈન ચીલ્ડરન છે. આ બીમારી આ વર્ષે પણ બાળકોમાં જોવા મળી રહી છે. અને લક્ષણો વિષે તેમને જણાવ્યું કે બાળકોને સતત તાવ આવવો, શરીર પર લાલ ઝાંટા આવવા, સોજો આવવો, ગાળામાં સોજો આવવો, ઉલ્ટી થવી, શરીરમાં દુખાવો થવો, બાળક ઊંઘમાં જ રહે ખાવે નહિ પીવે નહિ એવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

સુરત શહેર અને દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં બ્લેક ફંગસની બીમારી પણ જોવા મળી રહી છે. ત્યારે એમ.આઈ.એસ.સી. બીમારીમાં બાળકોને શું બ્લેક ફંગસ થઈ શકે છે કે કેમ ? અથવા આ બીમારીથી સ્વસ્થ થયેલા બાળકોને અન્ય કોઈ બીમારી થઈ શકે છે કે કેમ તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આ મામલે ડો.આશિષ ગોટીએ માહિતી આપી હતી.

તેમને જણાવ્યું હતું કે, MISC માં શરૂઆતથી ધ્યાન રાખવું જરૂરી છે. ત્વરિત સારવારથી તેની સામે વિજય મેળવી શકાય છે. આના અભાવથી કેટલાક કેસોમાં મૃત્યુ પણ શક્ય બને છે. હજી સુધી મ્યુકરમાઈકોસીસનો કોઈ કેસ બાળકમાં જોવા મળ્યું નથી અને બાળકોમાં તેની શક્યતા ખુબ જ ઓછી રહેલી છે.

ઉલ્લેખનીય છે કે આ અહેવાલ અને આ બીમારી અંગેનો હેતુ લોકોને ડરાવવાનો નહિ પણ જાગૃત કરવાનો છે. ત્યારે લોકો જાગૃત રહે અને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેનું નિદાન કરાવી શકે. આ ઉપરાંત લોકોને પણ સંપૂર્ણ તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવે છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: