કોરોના સામે લડવામાં ટ્રમ્પ ફ્લોપ

275

ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે કોરોનાના મહાસંકટમાં ફસાયેલા અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ચારેબાજુ ટિકા થઇ રહી છે. કોરોનાના કારણે લોકોના એક પછી એક મોત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ટિકાઓના કારણે ટમ્પ ખરાબ રીતે ફસાયેલા છે. કોરોના સામેની લડાઇને લડવામાં ટ્રમ્પ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. સુપર પાવર દેશ અને તમામ પ્રકારની સુવિધા હોવા છતાં યોગ્ય પગલા લેવામાં ન આવતા કેસોની સંખ્યા અને મોતનો આંકડો અમેરિકામાં ચિંતાજનકરીતે વધી રહ્યો છે.

કોરોના સામેની લડાઇમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થઇ રહેલા ટ્રમ્પે હવે ભારત પાસેથી હાઇડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાની માંગ કરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યુ છે કે જા ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન નામની દવા તેને આપશે નહીં તો જવાબી કાર્યવાહી કરી શકે છે. અમેરિકી પ્રમુખે હવે મેલેરિયાની દવાને લઇને ભારતને સ્પષ્ટ ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યુ છે કે જા ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન પર પ્રતિબંધ દુર કરશે નહીં તો તે જવાબી કાર્યવાહી કરી શકે છે. આ મહામારીને રોકવામાં અમેરિકા સંપૂર્ણપણે ફ્લોપ છે.

ટ્રમ્પ ભારે નિરાશ પણ થયેલા છે. આવી હતાશામાં અમેરિકી પ્રમુખ કેટલીક વખત વિપક્ષી નેતાઓ અને કેટલીક વખત ઇરાન પર જવાબી હુમલા કરવાની વાત કરીને વાતને ફેરવી નાંખવાના પ્રયાસ કરે છે. ટ્રમ્પને એવી દહેશત હવે સતાવી રહી છે કે આ વર્ષે જ અમેરિકામાં પ્રમુખની ચૂંટણી યોજાનાર છે. જા કોરોના વાયરસના સંકટનો ઉકેલ જા વહેલી તકે નહીં આવે તો તેમની હાર નિશ્ચિત છે. તેમની ફરી જીતવા માટેની કોઇ શક્યતા નથી. બીજી બાજુ મુશ્કેલની ઘડીમાં વિપક્ષી નેતાઓએ તેમના પર પ્રહારો ઝડપી બનાવી દીધા છે.

વિપક્ષી નેતાઓ ટ્રમ્પ પર યોગ્ય મેનેજમેન્ટ ન કરવાનો આરોપ કરે છે. વિપક્ષી નેતાઓ કહી રહ્યા છે કે ટ્રમ્પ કોરોનાને લઇને શરૂઆતમાં ઉદાસીન વલણ અપનાવી રહ્યા હતા. ગંભીરતા સાથે તૈયારી કરી ન હતી. આ ટિકાનુ કારણ એ છે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોનાનો ખતરો દરરોજ વધુને વધુ ગંભીર બની રહ્યો છે. હજુ સુધી સાઢા ત્રણ લાખથી વધારે લોકો કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. પૂર્વ ઉપ પ્રમુખ અને ડ્‌મોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખની રેસમાં રહેલા જા બાઇડેને ટ્રમ્પ પર આરોપ કરતા કહ્યુ છે કે તમે કોરોનાને લઇને જવાબદાર નથી પરંતુ તેનો સામનો કરવા માટેની તૈયારીમાં ફ્લોપ રહ્યા છો. બાઇડેને ટ્વિટ કરીને કહ્યુ છે કે ટ્રમ્પ કોરોના વાયરસ માટે જવાબદાર નથી પરંતુ તેમની તૈયારી ખુબ નબળી છે.

બાઇડેને ફરી એકવાર દેશમાં ઓબામા કેરને લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ છે કે ટ્રમ્પ તરત ઓબામા કેર શરૂ કરે તે જરૂરી છે. હાલમાં હળવુ વલણ દર્શાવવાની જરૂર નથી. હાલમાં જરૂરિયાતવાળા લોકોની સેવા કરવાનો સમય છે. લોકોનોની જિન્દગી દાવ પર હાલમાં લાગેલી છે. આ પહેલા નિનસોટાના ડેમોક્રેટિક સાંસદ ઇલ્હામ ઉમરે ટ્રમ્પ પર આરોપ કરતા કહ્યુ હતુ કે તેમના અયોગ્ય સંચાલનના કારણે અમેરિકામાં લાખો લોકોના માથા પર મોત છે. કોરોનાના મુખ્ય કેન્દ્ર બની ચુકેલા ન્યુયોર્કના મેયર પણ ટ્રમ્પની ભારે ટિકા કરી છે. તેમને ટ્રમ્પ પર આરોપ કરતા કહ્યુ છે કે ટ્રમ્પને એવુ લાગી રહ્યુ હતુ કે તેમની પાસે તૈયારી કરવા માટે ખુબ સમય છે. જ્યારે હકીકતમાં સમય ઓછો હતો.

ટ્રમ્પે કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી ન હતી. એટલુ જ નહીં સમગ્ર અમેરિકામાં લોકોના માસ્ક બનાવવા માટે સલાહ આપવામાં આવી રહી હતી ત્યારે ટ્રમ્પે કહ્યુ હતુ તે તેઓ માસ્ક પહેરનાર નથી. જ્યારે સીડીસીને લોકોએ સલાહ આપી હતી કે લોકો ઘરમાંથી બહાર નિકળે તો કપડાના માસ્ક પહેરીને જ નિકળે.

બીજી બાજુ જે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની માંગ અમેરિકા દ્વારા કરવામાં આવી રહી છે તે હાઇડ્રોક્સીક્લોરોક્વીન નામની દવાને લઇને નિષ્ણાંતો હજુ સહમત નથી. નિષ્ણાંતો કહે છે કે જા આ દવાનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેના ખરાબ પરિણામ રહી શકે છે. વધતા જતા સંકટની વચ્ચે યુરોપ, અમેરિકા અને ચીનમાં આ દવાના ઉપયોગ માટે લાયસન્સ જારી કરવામાં આવ્યા છે. બ્રિટને પોતાના તબીબોને હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ ન કરવા માટે કહ્યુ છે. તેનુ કહેવુ છે કે જ્યાં સુધી દર્દી પર દવાના ટેસ્ટ કરવામાં આવતા નથી ત્યાં સુધી તે દવા કોરોનાના દર્દીઓને આપવી જાઇએ નહીં. ટ્રમ્પ કોરોના વાયરસની સામે લડાઇમાં હાલમાં બિલકુલ ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. તેમની પાસે કોઇ નક્કર યોજના દેખાઇ રહી નથી.

Share This: