RT PCR એટલે શું ? તે કઈ રીતે થાય છે ?

154
What is RT PCR Test-suratheadlines

સુરત
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઈન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. જેમાં શરીરના મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઈબ લેવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રિએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે.

હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ આપે છે. આ ટેસ્ટ થકી સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટ દુનિયાના દરેક દેશોમાં ૧૦૦ ટકા વિશ્વસનીય ગણાય છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: