દેશમાં કોરોનાના ૨૪ કલાકમાં નવા ૧૩૩૪ કેસ નોંધાયા

235

કુલ સંક્રમિતોનો આંકડો ૧૫ હજારને પાર,મૃત્યુઆંક ૫૦૭

દેશમાં કોરોનાના ૨૪ કલાકમાં નવા ૧૩૩૪ કેસ નોંધાયા
૨૪ કલાકમાં રેકોર્ડ ૪૨૩ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી,કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નોઇડાના સીએમઓને દૂર કરાયા

ન્યુ દિલ્હી,
દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જારી કરેલા તાજા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૫,૭૧૨ થઈ ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૧,૩૩૪ નવા કેસ સામે આવ્યા છે અને ૨૭ લોકોનાં મોત થઈ ચુક્યા છે. દેશમાં કોવિડ-૧૯થી અત્યાર સુધી ૫૦૭ લોકોનાં મોત થઈ ચુક્યા છે. જો કે ૨,૨૩૧ દર્દીઓ આ બીમારીમાં સાજા પણ થઈ ચુક્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યું છે.

કોરોના પર કાબૂ મેળવવા નિષ્ફળ રહેલા નોએડાના ઝ્રર્સ્ંને દૂર કરવામાં આવ્યા
કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેલા નોએડાના ઝ્રર્સ્ંને દૂર કરવામાં આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં એક મહિનામાં ત્રીજા મુખ્ય મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી હતી. વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૨,૯૩,૬,૪૪ થઈ ગઈ છે અને આ રોગથી મૃતકોની સંખ્યા ૧૫૭,૪૦૦ થઈ ગઈ છે. જાકે આ રોગમાંથી અત્યાર સુધી ૫,૮૬,૨૯૦ લોકો રોગમુક્ત થયા છે.

ઇન્દોરમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત
ઇન્દોર ૪૩ વર્ષીય જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટરનો આશરે પખવાડિયાની આસપાસ જીવલેણ કોરોના વાઇરસને ભરડો લીધો હતો. આ ઇન્સ્પેક્ટરનું રવિવારે વહેલી સવારમાં ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલમાંથી કાર્ડિયાક રેસ્ટ થવાને કારણે મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીઓમાં આ જીવલેણ વાઇરસથી થયેલી આ પહેલી જાનહાનિ છે.

દેશભરના કોરોનાના કુલ પોઝિટિવ દર્દીમાંથી લગભગ ૩૦ ટકા દર્દી તબલીગી જમાત સાથે જાડાયેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં ૩ હજારથી વધુ મામલા તબલીગી જમાત સાથે જાડાયેલા છે અને દર્દીની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીના આંકડામાં ૪૨૯૧ મામલા દિલ્હીના નિજામુદ્દીનના તબ્લીગીથી જાડાયેલા છે અને કુલ આવેલા મામલામાં જમાતના ૩૦ ટકા મામલા છે. જાણકારી મુજબ આસામના ૯૧ ટકા તમિલનાડુના ૮૪ ટકા, અંદામાનના ૮૩ ટકા, તેલંગાણાના ૭૯ ટકા, દિલ્હીના ૬૩ ટકા, મધ્ય પ્રદેશના ૬૧ ટકા અને ઉત્તર પ્રદેશના ૫૯ ટકા મામલા તબ્લીગી જમાત સાથે જાડાયેલા છે.

મુંબઈની જસલોક હોસ્પિટલમાંથી કામ કરતી ૩૧ નર્સને કોરોના
કોરોના વાયરસને લઈ મુંબઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની જસલોક હોસ્પિટલમાંથી કામ કરતી ૩૧ નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. મુંબઈની જાણીતી હોસ્પિટલમાંથી કામ કરતી નર્સો કોરોનાથી સંક્રમિત છે. હોસ્પિટલ તરફથી નર્સોને રહેવા માટે મકાન આપવામાં આવ્યું હતુ. આ મકાનમાં એક નર્સને કોરોના થતાં તમામને ચેપ લાગ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે.

Share This: