ઈટાલીમાં ફસાયેલા ૨૬૩ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લવાયા

249

ન્યુ દિલ્હી
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા ઈટાલીથી ભારત સરકાર ૨૬૩ ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ પાછા લાવી છે. ઈટાલીમાં કોરોનાના કહેરના કારણે મોતનો આંકડો ૪૮૦૦ પર પહોંચી ચુક્યો છે. ૫૩૦૦૦થી વધુ લોકોને ચેપ લાગેલો છે અને તેની વચ્ચે રોમમાં ફસાયેલા ૨૬૩ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે વિશેષ ફ્લાઈટ મોકલી હતી.

આ ફ્લાઈટ વિદ્યાર્થીઓને લઈને પાછી આવી છે.આજે સવારે ૯ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આ વિમાન લેન્ડ થયુ હતુ. તમામ વિદ્યાર્થીઓને સ્ક્રિનિંગ બાદ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની આઈસોલેશન માટેની ફેસિલિટીમાં ખસેડવામાં આવ્યા છે. ઈટાલીમાં ચીન કરતા પણ ખરાબ સ્થિતિ હોવાથી વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે વિમાન મોકલ્યુ.

Share This: