ગુજરાત આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત

મુલાકાત દરમિયાન વિધાનસભા 2022 ની ચૂંટણી સંદર્ભે કરાઈ વિસ્તૃત ચર્ચા

208
AAP Gujarat General Secretary Manoj Sorathiya Meets Arvind Kejriwal-suratheadlines

નવી દિલ્હી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણી સંદર્ભે સંગઠન અને AAP માં જોડાનાર મહાનુભાવોને મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.

AAP ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીના જણાવ્યા મુજબ AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીએ દિલ્હીના મુખ્યંમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસ સ્થાન દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. મુલાકાતમાં ખાસ ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચુંટણી, સંગઠનને વધુ મજબુત બનાવવું અને આવનારા સમયમાં જે સામાજીક અને રાજકીય મહાનુભાવો AAP માં જોડાવાના છે જેમના પ્રવેશ વિધી બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના લોકોની પીડા, પ્રશ્નો અને તકલીફો વિષે આંદોલનના માધ્યમથી લોકોને થઈ રહેલા અન્યાય સામે આંદોલન છેડી લોક પ્રશ્નોના નિવારણ માટે લાગી જવા હાંકલ કરી હતી.

કેજરીવાલે મુલાકાત દરમિયાન ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુદ્દા વિહિન રાજનીતી ચાલી રહી છે. લોકોના પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર છે. તો તમામ મુદ્દાઓના ઉકેલ માટે આમ આદમી પાટી વધુ કટ્ટીબદ્ધ બને એવો આશાવાદ પણ કેજરીવાલે વ્યક્ત કયોઁ હતો. સાથે-સાથે ગુજરાતની જનતાને આ બદલાવની મુદ્દાની અને ઈમાનદારીની રાજનીતીમાં જોડાવા અપીલ કરી તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજીત “જન સંવેદના મુલાકાત” અને ગુજરાતમાં ચાલી રહેલ આમ આદમી પાર્ટીની કામગીરી બાબતે ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતના સૌ નેતાઓ, પદાધીકારીઓ અને કાર્યકર્તાઓને કેજરીવાલે હૃદયથી શુભકામનાઓ પાઠવી હતી.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, નવી દિલ્હી.

Share This: