બ્રિટનમાં કોરોનાથી એક જ દિવસમાં ૮૮૧ લોકોના મોત : કુલ મૃત્યુઆંક ૭૯૦૦ને પાર

271

લંડન
બ્રિટનની સરકારે ગુરૂવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે સંક્રમણના કારણે દેશમાં એક જ દિવસમાં ૮૮૧ લોકોનાં મોત થયા છે. દેશમાં ગુરવારે મોડી રાત સુધીમાં કોરોનાના કારણે ૭,૯૭૮ લોકોનાં મોત થયા છે. વિદેશ મંત્રી ડોમિનિક રાબે મૃતકોની સંખ્યાને જાતા ચેતવણી આપી છે કે દેશમાં હજુ સુધી દેશમાં મૃતકોનો આંકડો ચરમસીમાએ નથી પહોંચ્યો પરંતુ સ્થિતિ વણસી શકે છે.

દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન સંક્રમિત થતા રાબ જ સરકારના પ્રભારી છે. બ્રિટનમાં વાયરસના સંક્રમિતોની સંખ્યા ૬૫૦૦૦ને વટાવી ગઈ છે.

બ્રિટનમાં કોરોના વાયરસના કારણે એક તબીબનું મોત થયું જેણે વડાપ્રધાનને જણાવ્યું હતું કે દેશમાં કોરોના સામે લડવા માટે PPE શૂટની અછત છે. ૫૩ વર્ષના તબીબ અબ્દુલ મબૂદ ચૌધરી ૧૫ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી રહ્યા બાદ તેમનું મોત થયું હતું.

દરમિયાન ગુરૂવારે ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોતનાં ૭૬૫ મામલાઓ નોંધવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડમાં કોરોનાના કારણે કુલ ૭૨૪૮ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૨૪ વર્ષના યુવાનથી લઈને ૧૦૩ વર્ષના વયોવૃદ્ધનો સમાવેશ થાય છે. મૃતકોમાં ૪૩ વર્ષના એક યુવકનો પણ સમાવેશ થાય છે જેને કોરોનાના કોઈ લક્ષણ ન હોતા.

Share This: