કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટન વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાં દાખલ

235

લંડન
કોરોના વાયરસથી પીડિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાનસનને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રવિવાર મોડી રાત્રે બ્રિટિશ પીએમના કાર્યાલયે આ અંગેની માહિતી આપતા કહ્યું કે જાનસનમાં હજુ પણ કોરોનાના લક્ષણ દેખાઇ રહ્યા છે અને તેમને ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

૧૦ દિવસ પહેલાં જ બોરિસ જાનસનના કોરોનાથી પીડિત હોવાની પુષ્ટિ થઇ હતી. બ્રિટિશ પીએમઓએ કહ્યું કે તેમને એક હોસ્પિટલે ડાકટર્સની સલાહ પર દાખલ કર્યા છે. જો કે ઇમરજન્સીની કોઇ સ્થિતિ નથી અને જાનસનની જ સરકાર મુખ્યત્વે કામ કરતી રહેશે. પીએમઓએ તેને સાવચેતીભર્યું પગલું ગણાવ્યું છે.

૨૬મી માર્ચના રોજ કોરોનાની પુષ્ટિ થયા બાદ બ્રિટિશ પીએમને ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિતિ તેમના સત્તાવાર આવાસ પર ક્વારેન્ટાઇન કર્યા હતા. આઇસોલેશન દરમ્યાન પણ બ્રિટિશ પીએમે પોતાના જરૂરી કામકાજ ચાલુ રાખ્યા છે અને કેટલાંય વીડિયો સંદેશ પણ રજૂ કર્યા છે. શુક્રવારના રોજ એક વીડિયો મેસેજમાં ૫૫ વર્ષના જાનસને પ્રજાને કહ્યું હતું કે તેઓ પહેલાં કરતાં સારું મહેસૂસ કરી રહ્યા છે.

Share This: