કોરોના મહાસંક્ટ : દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૮,૬૩૭ કેસ, ૫૫૧ના મોત

દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૮.૪૯ લાખ પર પહોંચી

અત્યાર સુધી ૨૨ હજાર ૬૮૭ લોકોના મોત, રિકવરી રેટ વધીને ૬૨.૯૨ થયો
મહારાષ્ટ્રમાં ૮૧૩૯ સંક્રમિત મળ્યા, જે એક દિવસમાં મોટો આંકડો

નવી દિલ્હી
સમગ્ર દેશમાં અનલોક-૨ના ૧૧મા દિવસે કોરોના સંક્રમણના શનિવારે સૌથી વધુ ૨૮ હજાર કરતાં વધારે કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સતત પાંચમા દિવસે ૨૫ હજારની આસપાસ આવતાં કેસો હવે ૨૭ હજારની આસપાસ પહોંચી ગયા છે. રવિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, ગઇ કાલે ૨૮૬૩૭ નવા કેસો નોંધાયા હતા. અને ચાર જ દિવસમાં એક લાખ કેસો વધી ગયા હતાં. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૫૫૧ના મોત થયા હતા અને આ સાથે જ કુલ કેસો વધીને ૮,૫૦, ૩૫૮ થયા હતા. જ્યારે સારવાર હેઠળના કેસો વધીને ૨,૯૧,૦૫૮ થયા હતા. તો સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૫,૩૬,૨૩૧ પર પહોંચી હતી. જ્યારે મૃત્યુઆંક વધીને ૨૨,૬૮૭ થયો હતો. જ્યારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકને પણ કોરોના પોઝીટીવ આવતાં મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં ગઇ કાલે મોડી રાત્રે દાખલ કર્યા બાદ આજે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાહેર કરાયું હતું. તો મુંબઈમાં રાજભવનના ૧૮ કર્મચારી પોઝિટિવ મળ્યા છે.

રાજ્યના હોમ ગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે, રાજસ્થાનમાં જાેધપુર કલેક્ટર ઈન્દ્રજીત સિંહના પત્ની અને દીકરી પણ પોઝિટિવ મળી આવ્યા છે. દેશમાંમાં કોરોના વાઇરસ જાણે થમવાનું નામ ન લેતો હોય તેમ દિવસેને દિવસે કેસો વધી રહ્યાં હોય તેમ શુક્રવારે ૨૭ હજાર કરતાં વધારે તો શનિવારે ૨૮ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. એમ મનાય છે કે લોકલ ટ્રાન્મિશન વધી રહ્યું છે.
અલબત્ત, કોમ્યુનિટી ટ્રાન્મિશનનો સરકાર દ્વારા ઇન્કાર કરાયો છે. તમામ પ્રયાસો બાદ પણ દેશમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે અને ૫૧૧ લોકોના મોત થયા છે. આ સાથે જે દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૮ લાખ ૫૦ હજારને નજીક પહોંચી ગઈ છે.

રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં ૨૮,૬૩૭ નવા કેસ નોંધાયા છે. જેને કારણે હવે કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૮,૫૦,૫૫૩ પર પહોંચી ગઈ છે. ત્યાંજ છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૨૨,૯૭૪ પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી ૫,૩૪,૬૨૧ લોકોએ કોરોનાને માત આપી દીધી છે. રિકવરી રેટ વધીને ૬૨.૯૨ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેટ ૧૦.૨૨ પર પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૮૧૩૯ લોકો સંક્રમિત મળ્યા હતા. અહીંયા અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. તો બીજી બાજુ મુંબઈમાં અભિનેતા અમિતાભ બચ્ચ અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નાણાવટીના ક્રિટિકલ કેર સર્વિસેઝના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ રાતે ૩ વાગ્યે મીડિયાને જણાવ્યું હતું કે, અમિતાભની હાલત પહેલા કરતા સારી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈમાં આવેલા રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનના ૧૮ કર્મચારી પોઝિટિવ મળ્યા છે. અહીંયા એક ઈલેક્ટ્રિશીયનના પોઝિટિવ થયા પછી પરિસરમાં રહેતા ૧૦૦ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૫૫ લોકોનો રિપોર્ટ આવ્યો છે. તો આ તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાને સેલ્ફ આઈસોલેટ કરી લીધા છે. ઉત્તરપ્રદેશના હોમ ગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સપા એમએલસી અને અખિલેશ યાદવના અંગત ગણાતા સુનીલ સિંહ સાજન પણ સંક્રમિત થયા છે. રાજ્યમાં ત્રણ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.

રવિવારે મેરઠ, લખનઉ અને કાનપુર સહિત મોટાભાગના શહેરોમાં બજાર બંધ રહ્યા હતા. રાજસ્થાનના જોધપુર કલેક્ટર ઈન્દ્રજીત સિંહના પત્ની અને દીકરી પણ પોઝિટિવ મળી આવ્યા છે. કલેક્ટરની પત્ની દીકરી પંજાબથી પાછા આવ્યા હતા. લક્ષણ ન હોવાના કારણે બન્નેને સર્કિટ હાઉસમાં અલગ અલગ કરવામાં આવ્યા હતા. પણ પંજાબમાં પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કલેક્ટરે બન્નેના સેમ્પલ લીધા હતા. બપોરે બન્નેમાં કોરોનાની પુષ્ટી થઈ હતી. કલેક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Share This: