કોરોના : દેશમાં કુલ ૩૬૭૮ પોઝિટિવ કેસ,૭૮ લોકોના મોત

232

ન્યુ દિલ્હી
કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના ડાયેરેક્ટર જનરલ એ પી માહેશ્વરીએ પોતાને ક્વારન્ટીન કરી લીધા છે. તેઓ તાજેતરમાં જ કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા. એરફોર્સના ૩ જવાનોને પણ ક્વારન્ટીન કરવામાં આવ્યા છે. તેમાંથી એક જવાન મધ્ય માર્ચમાં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ગયો હતો, જ્યાં તે સમયે તબલીઘ જમાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જાકે વાયુસેનાએ કહ્યું છે કે આ જવાન આ કાર્યક્રમમાં સામેલ થયો હતા કે નહિ, તે તપાસનો વિષય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું કે દેશમાં તબલીઘી જમાત સાથે જાડાયેલા ૨૨ હજાર લોકોને ક્વારન્ટીન કરવામાં આવ્યા છે. દેશના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૩૬૭૮ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ૭૮ લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાવાઈરસના કારણે રવિવારે ચાર લોકોના મોત થયા છે. તામિલનાડુમાં બે, રાજસ્થાનમાં અને ગુજરાતમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ દેશમાં મરનારનો આંકડો ૧૦૯એ પહોંચી ગયો છે. તમિલનાડુના ચેન્નાઈમાં આજે સવારે ૬૦ વર્ષના વૃદ્ધ અને રામનાથપુરમાં ૭૧ વર્ષના વ્યક્તિનું મોત થયું છે. બંનેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એડવાઈઝરી ઈસ્યુ કરી
બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના ટેસ્ટને લઈને એડવાઈઝરી ઈસ્યુ કરી છે. આઈસીએમઆરએ તે સેન્ટર્સ અને કલસ્ટર્સમાં સંક્રમણની તપાસ માટે એન્ટીબોડી આધારિત બ્લડ ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં બીજા દેશોમાંથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.

સીઆરપીએફના ડીજીએ ખુદને ક્વોરેન્ટાઇન કર્યાં
સીઆરપીએફના ડીજી એપી માહેશ્વરીએ ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. તે એક ડોક્ટરના ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા હતા, જે હાલમાં પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફના એક ઓફિસર ૩૧ માર્ચે સંક્રમિત થયા હતા. તેના સંપર્કમાં આવનારા તમામ જવાનોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

Share This: