માર્ચમાં ચીનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨% વધી અને દુનિયામાં ૭૩.૫%….

239
3D illustration of Coronavirus, virus which causes SARS and MERS, Middle East Respiratory Syndrome

ન્યુ દિલ્હી
ચીનનું વુહાન શહેર, આ એ જ શહરે છે જ્યાંથી કોરોના વાઈરસ નીકળ્યો અને ત્રણ મહિનામાં જ ૧૯૯ દેશોમાંથી થઈને દુનિયાભરમાં ફેલાયો હતો. આ શહેરની વસ્તી લગભગ એક કરોડ ૧૦ લાખ નજીક છે. અહીંયાથી નીકળેલો વાઈરસ આજે દુનિયાની ૭૦૦ કરોડથી વધારે વસ્તીને અસર કરી રહ્યો છે. ૨૭ ડિસેમ્બરે આ વુહાન શહેરમાં કોરોનાથી સંક્રમિત પહેલો દર્દી મળ્યો હતો. ૧૦ જાન્યુઆરીએ દુનિયાને આ વાઈરસ વિશે ખબર પડી હતી. ફેબ્રુઆરી સુધી કોરોનાના સૌથી વધારે દર્દી ચીનમાં જ હતા. પરંતુ માર્ચ આવતાની સાથે આખી દુનિયા આ વાઈરસના સંકજામાં આવી ગયા છે.

અલગ અલગ દેશોના સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળેલા આંકડા પ્રમાણે, ૨૯ ફેબ્રુઆરી સુધી ચીનમાં કોરોનાના લગભગ ૮૦ હજાર કેસ હતા અને આખી દુનિયામાં અંદાજે ૮૬ હજાર ૬૦૦ કેસ હતા. પરંતુ ૨૯ માર્ચ સુધી ચીનમાં કોરોના દર્દીઓની સંખ્યા દોઢ હજાર વધીને ૮૧ હજાર ૪૩૯ પર પહોંચી અને દુનિયાભરમાં ૭ લાખ ૨૩ હજાર કરતા વધારે કેસ સામે આવ્યા હતા. એટલે કે એક મહિનામાં ચીનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨% વધ્યા અને દુનિયામાં ૭૩૫%થી વધારે. આ પ્રકારે ૧ માર્ચથી ૨૯ માર્ચ વચ્ચે જેટલા મોત થયા, તે અત્યાર સુધી કોરોનાથી થયેલા કુલ મોતના ૯૦% કરતા વધારે છે. ૨૯ ફેબ્રુઆરી સુધી કોરોનાથી દુનિયાભરમાં ૨ હજાર ૯૭૭ મોત થયા હતા. ૨૮ માર્ચ સુધી ૩૪ હજાર ૬૪મોત થયા હતા.

Share This: