કર્ફ્યૂ નથી કેર ફોર યૂ છે, કોરોના સામે લડીશું તો જીતીશું -રૂપાણી

265

અમદાવાદ
ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટીવના કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મખ્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂ (Janta curfew) છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય ચાર શહેરોને આંશિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંધના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે રાજ્યની પ્રજાજાગ સંબોધન કર્યુ. સીએમ રૂપાણીએ ફેસબુકના માધ્યમથી રાજ્યને સંબોધતા કહ્યું કે ‘આ ચાર દિવસ દરમિયાન વેપારીઓ-ઉદ્યોગકારો સંસ્થાઓ બંધ પાળે અને જરૂર સિવાય કોઈ બહાર ન નીકળે. ચારેય મહાનગરોમાં તમામ જરૂરી સુવિધા શરૂ રહેશે.

આગામી ૨૫મી તારખી સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને આંશિક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ૨૫ માર્ચ સુધી વેપાર ધંધા બંધ રાખી વેપારીઓને કોરોના સામે લડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી છે.

સીએમ રૂપાણીએ રાજ્યને જણાવ્યું છે કે ‘૨૫મી માર્ચ સુધી મહાનગરોના વેપાર-ધંધા બંધ રહે તો નાગરિકોની અવર જવર ઘટશે અને એકબીજાને સંક્રમિત થતા અટકાવી શકાશે. વેપારીઓ-ઉદ્યોગકારો સરકારને સહયોગ આપે. જીવન જરૂયિતાની તમામ ચીજા શહેરોમાં મળશે. અમૂલ સાથે પરામર્શ થયો છે દૂધના ઉત્પાદનમાં સહેજ પણ અછત નથી. શાકભાજી, અનાજ-કરિયાણું બધું જ મળી રહેશે. તમામ જરૂરી સેવાઓ શરૂ રખાશે’

વેપારીઓ ભાવ ન વધારતા, જનતા સંગ્રહખોરી ન કરે : રૂપાણીમુખ્યમંત્રી રૂપાણીએ અપીલ કરી છે કે વેપારીઓ સંવેદનશીલ બની અને આ સ્થિતિમાં કોઈ પણ ચીજના તકના ભાવ ન લે. જનતા આહતમાં આવી અને સંગ્રહખોરી ન કરે. તમામ જરૂરી ઉત્પાદનો, પુરવઠો શરૂ રહેશે. નાગરિકોને તકલીફ નહીં પડે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેર સલામત તો ગુજરાત સલામત. તમામ જરૂરી સેવા શરૂ રહેશે. દૂધ નહીં મળે એવો ડર ન રાખવો, શાકભાજી ખરીદવાની વેચવાની છૂટ છે. જરૂર હોય એટલું જ લેજા. વેપારીઓને બે હાથ જાડી વિનંતી, આવા સમયે ભાવ ન વધારતા. સાથે મળીને લડીશું. કર્ફ્યૂ નથી કેર ફોર યૂ છે. લડીશું તો જીતીશું.

Share This: